રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ૨૪,૭૧૩ કરોડની ડીલ પર સેબીએ મારી મહોર

22 January, 2021 12:37 PM IST  |  Mumbai | Agencies

રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ૨૪,૭૧૩ કરોડની ડીલ પર સેબીએ મારી મહોર

(પ્રતીકાત્મક તસવીર) તસવીર સૌજન્ય જાગરણ

માર્કેટ રેગ્યુલેટરી સેબીએ કિશોરી બિયાણીના ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ રીટેલની ડીલને મંજૂરી આપી દીધી છે. સેબીએ ૨૦ જાન્યુઆરીએ એક પત્ર જાહેર કરીને પોતાની સહમતી દર્શાવી છે. રિલાયન્સ રીટેલ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો રીટેલ એકમ છે.
ઑગસ્ટ ૨૦૨૦માં કિશોરી બિયાણીએ રિલાયન્સ રીટેલની સાથે ૨૪,૭૧૩ કરોડ રૂપિયાની ડીલ કરી હતી. આ ડીલ મુજબ ફ્યુચર ગ્રુપ પોતાની રીટેલ, હોલસેલ, લૉજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ રિલાયન્સ રીટેલ વેન્ચર લિમિટેડને વેચશે.
ઑગસ્ટ ૨૦૨૦માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપનીએ ઘોષણા કરી હતી કે તેઓ ફ્યુચર ગ્રુપના રીટેલ અને હોલસેલ બિઝનેસ ઉપરાંત લૉજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને ૨૪,૭૧૩ કરોડમાં ખરીદશે. બીજી તરફ ઍમેઝૉન તરફથી કરવામાં આવેલી ફરિયાદો અને સુનાવણીઓ વિશે પણ એના શૅરહોલ્ડર્સની સામે રજૂ કરવાના રહેશે.

national news international news amazon