ઍમેઝૉનના સંસ્થાપક જેફ બેઝોસ ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા

28 October, 2019 08:28 AM IST  |  વૉશિંગ્ટન

ઍમેઝૉનના સંસ્થાપક જેફ બેઝોસ ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા

જેફ બેઝોસ

ઍમેઝૉનના સંસ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ એક વખત ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. આ પહેલાં બિલ ગેટ્સે તેમનું સ્થાન છીનવી લીધું હતું, પરંતુ બેજોસે ફરીથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ઍમેઝૉનના ત્રીજા ક્વૉર્ટરનાં પરિણામ સામે આવ્યા બાદ ૭ અરબ ડૉલર સ્ટૉક મૂલ્યના ઘટાડા બાદ બેઝોસ માઇક્રોસૉફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સથી પહેલું સ્થાન હારી ગયા. ઍમેઝૉનના શૅરમાં ગુરુવારે કલાકો ટ્રેડ કર્યા બાદ ૭ ટકા સુધી ઘટાડો થયો હતો, જેને લઈને બેઝોસની કુલ સંપત્તિ ઘટીને ૧૦૩.૯ અરબ ડૉલર થઈ હતી. જોકે ઍમેઝૉનના શૅરમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો, પરંતુ બાદના કલાકોમાં એટલો ઘટાડો નહોતો થયો.

amazon