સુએઝ નહેરમાં ફસાયેલા જહાજના બધા જ કર્મચારીઓ ભારતીય

27 March, 2021 01:04 PM IST  |  Kero | Agency

મંગળવારે સવારે ૭.૪૫ વાગ્યાની આસપાસ ઉપરોક્ત કાર્ગો-શિપ ફસાઈ જતાં ઇજિપ્તની ટગબોટ્સ તેને હટાવીને માર્ગ મોકળો કરવાના પ્રયાસમાં હતી.

બુલડોઝર જોઈને ઇન્ટરનેટ પર મીમ્સ અને જોક્સ શૅર થયા

કેરો : ઇજિપ્ત પાસેની સુએઝ નહેરમાં સ્કાય સ્ક્રેપર જેવું દેખાતું માલવાહક જહાજ ફસાઈ જતાં અન્ય જહાજોનો માર્ગ રોકાઈ ગયો છે. આફ્રિકા ખંડને સિનાઈ ટાપુ સમૂહથી અલગ પાડતા સુએઝના માનવસર્જિત પ્રવાહમાં અટકી પડેલા જહાજના તમામ પચીસ ક્રૂ મેમ્બર્સ ભારતીય છે. એ જહાજને કારણે અન્ય ૧૫૦ જહાજોનો રસ્તો અવરોધાતાં વૈશ્વિક જહાજ વ્યવહારને અસર થઈ છે, તેથી જહાજના જપાની માલિક શોઈ કિસેન કૈઇસાએ સૌની લેખિત માફી માગી છે. મંગળવારે સવારે ૭.૪૫ વાગ્યાની આસપાસ ઉપરોક્ત કાર્ગો-શિપ ફસાઈ જતાં ઇજિપ્તની ટગબોટ્સ તેને હટાવીને માર્ગ મોકળો કરવાના પ્રયાસમાં હતી.
‘એવર ગિવન’ (એવરગ્રીન) તરીકે ઓળખાતા આ જહાજના તમામ કર્મચારીઓ ભારતના છે જણાવતા અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે આ જહાજમાં એશિયા-યુરોપ વચ્ચેના માલસામાનની હેરફેર કરવામાં આવતી હોય છે.
દરમિયાન, નહેરમાં ફસેલા વિશાળ જહાજને હટાવવા મગાવવામાં આવેલા બુલડોઝરોની તસવીરો જોઈને ઇન્ટરનેટ પર મીમ્સ અને જોક્સ શૅર કરવામાં આવી રહ્યા છે.

international news egypt