Cynthia દુષ્કર્મ મામલે ટીવી સ્ટારનો ખુલાસો, ઇમરાન ખાનનું જોડાયું નામ

07 June, 2020 11:28 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Cynthia દુષ્કર્મ મામલે ટીવી સ્ટારનો ખુલાસો, ઇમરાન ખાનનું જોડાયું નામ

ઇમરાન ખાન

અમેરિકન મહિલા ડી રિચી સિંથિયા(cynthia ritchie)ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. હવે સિંથિયાના એક નજીકનાએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સિંથિયા સાથે સેક્સ કરવાની રજૂઆત કરી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની પર્સનલ લાઇફને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમના લગ્ન અને ડિવૉર્સના કિસ્સા જાણીતાં છે. હવે પાકિસ્તાનના એક ટીવી હોસ્ટે તેના પર ગંભીર આરોપ મૂક્યો છે. હોસ્ટ અલી સલીમે દાવો કર્યો છે કે અમરાન ખાન અમેરિકન મહિલા સિંથિયા ડી રિચી સાથે સેક્સ કરવા માગતા હતા. જણાવવાનું કે સિંથિયા એક બ્લૉગર છે અને તેણે બે દિવસ પહેલા જ પાકિસ્તાનના ઘણાં પૂર્વ મંત્રીઓ પર યૌન ઉત્પીડન અને રૅપનો આરોપ મૂક્યો છે.

ઇમરાન ખાન પર પણ ગંભીર આરોપ
ટીવી હોસ્ટ અલી સલીમ પ્રમાણે તે સિંથિયાની ખૂબ જ નજીક હતો અને તેની સાથે તેણે રૂમ પણ શૅર કર્યો હતો. આ દરમિયાન જ સિંથિયાએ તેને કહ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તેમની (સિંથિયા) સાથે સેક્સ કરવા માગતા હતા. જો કે, અલીએ સિંથિયાના આ આરોપ નકારી દીધો, જેમાં તેણે કહ્યું કે પાકિસ્તાનના મંત્રી રહમાન મલિકે તેની સાથે રૅપ કર્યો.

'પાકિસ્તાની મંત્રી કરતા હતા રૅપ'
જણાવવાનું કે સિંથિયાએ શુક્રવારે એક ફેસબુક લાઇવ કર્યું હતું. આ દરમિયાન તેણે આરોપ મૂક્યો કે વર્ષ 2011માં પૂર્વ ગૃહ મંત્રી રહમાન મલિકે તેના પર બળાત્કાર કર્યો હતો. તેણે પૂર્વ પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાની પર પણ યૌન ઉત્પીડનનો ગંભીર આરોપ મૂક્યો. આ દરમિયાન બેનજીર ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સત્તા પર હતી. સિંથિયાનો દાવો છે કે તેણે આ ઘટનાની માહિતી પાકિસ્તાનમાં રહેલા અમેરિકન દૂતાવાસને આપી હતી. પણ આ અંગે કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવી. પૂર્વ વડાપ્રધાન ગિલાનીએ સિંથિયા આરોપ નકારી દીધા છે.

જાણો કોણ છે સિંથિયા?
સિંથિયાને પાકિસ્તાન પ્રત્યે ખૂબ જ લાગણી હતી. તે લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાનમાં રહી. તે પોતે એડવેન્ચરિસ્ટ, ફિલ્મ પ્રૉડ્યૂસર હોવાનો દાવો કરે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓ સાથે તેના ઘણાં સારા અને નજીકના સંબંધો હતા. પણ પછીથી સંબંધોમાં ખટાશ આવી ગઈ. તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓની વિવાદિત તસવીરો પણ શૅર કરે છે.

international news pakistan imran khan united states of america