બગદાદમાં ૧૨ વર્ષ બાદ કરફ્યુ હટ્યો : લોકોએ ઉજવણી કરી

09 February, 2015 06:50 AM IST  | 

બગદાદમાં ૧૨ વર્ષ બાદ કરફ્યુ હટ્યો : લોકોએ ઉજવણી કરી


ઇરાકની રાજધાની બગદાદમાં ૧૨ વર્ષ બાદ કરફ્યુ હટાવવામાં આવતાં લોકો ખુશ છે અને રસ્તા પર આવીને ઉજવણી કરી રહ્યા છે. જોકે ઉજવણી વખતે જ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ ન્યુ બગદાદની એક હોટેલમાં સુસાઇડ બૉમ્બર વડે હુમલો કરતાં ઓછામાં ઓછા ૨૫ લોકોનાં મોત થયાં છે, જ્યારે શોરઝા માર્કેટમાં પણ થયેલા ત્રણ અલગ-અલગ બૉમ્બ-બ્લાસ્ટમાં ૧૫ લોકોનાં મોત થયાં છે.

૨૦૦૩માં અમેરિકાના નેતૃત્વમાં બગદાદ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારથી બગદાદમાં કરફ્યુની સ્થિતિ રહેતી હતી. બૉમ્બધડાકા અને તોપના હુમલા સામાન્ય બની ગયા હતા અને એ બગદાદના લોકોના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયા હતા. આથી આ શહેરમાં કાયમી રાત્રિ કરફ્યુ રહેતો હતો અને દિવસે પણ જ્યારે કોઈ પણ આપાત સ્થિતિ હોય તો પણ ગમે ત્યારે કરફ્યુ લગાવી દેવામાં આવતો હતો.