હાર બાદ ટ્રમ્પે આપ્યા હતા વોટિંગ મશીન જપ્ત કરવાના આદેશ

23 January, 2022 08:42 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નૅશનલ આર્ચાઇવ દ્વારા રિલીઝ કરવામાં આવેલા સનસનીખેજ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રજાએ જૉ બાઇડનની તરફેણમાં કરેલા મતદાનને માનવાનો ટ્રમ્પે ઇનકાર કરી દીધો હતો

ફાઇલ તસવીર

૨૦૨૦ની ચૂંટણીમાં પરાજયના હપ્તાઓ બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દેશના ટોચના મિલિટરી લીડરને વોટિંગ મશીન જપ્ત કરવાના આદેશ આપ્યા હતા. નૅશનલ આર્ચાઇવ દ્વારા રિલીઝ કરવામાં આવેલા સનસનીખેજ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રજાએ જૉ બાઇડનની તરફેણમાં કરેલા મતદાનને માનવાનો ટ્રમ્પે ઇનકાર કરી દીધો હતો. આ આદેશમાં ૨૦૨૦ની ૧૬ ડિસેમ્બરની તારીખ મળી છે. જોકે મહત્ત્વની વાત એ છે કે આ ડૉક્યુમેન્ટ પર કોઈ પણ પ્રકારની સહી કરવામાં આવી નથી. રાજધાની પર હુમલાની ઘટનાની તપાસ કરી રહેલી સમિતિને ૭૫૦ કરતાં વધુ રેકૉર્ડ પૈકી આ પણ એક કાગળ મળ્યો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એના રિલીઝ સામે પ્રતિબંધ મૂકવાની અરજીને નકારી કાઢી હતી. મોટી સંખ્યામાં ગોલમાલ થઈ હોવાના દાવાઓ ખુદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતા હતા જ્યારે ખરેખર અમેરિકાના ઇતિહાસની સૌથી સલામત કહી શકાય એવી આ ચૂંટણી હતી. 
જર્યોર્જિયામાં એવા ટચસ્ક્રીન બેલૅટ માર્કિંગ ડિવાઇસ બનાવવામાં આવ્યા હતા જેને હૅક કરી શકાય. ખરેખર હાથથી ફેરમતગણતરી કરવામાં આવી હતી. એમાં બાઇડન જીત્યા હોવાનું પુરવાર થયું હતું.

international news donald trump