ઇમરાન બાદ પત્ની પણ કોરોના પૉઝિટિવ

22 March, 2021 01:35 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનમાં અત્યારે આ જ મુદ્દો સૌથી ચર્ચાસ્પદ છે

ફાઈલ તસવીર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને ચીનની રસી લીધા બાદ કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ હવે તેમની પત્ની બેગમ બુશરા બીબીનો પણ પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આમ પાકિસ્તાનમાં અત્યારે આ જ મુદ્દો સૌથી ચર્ચાસ્પદ છે.

સ્વાસ્થ્ય બાબત ‌વિશેના પાકિસ્તાન વડા પ્રધાનના વિશેષ સલાહકાર ફૈઝલ સુલતાને જાણકારી આપતા કહ્યું હતું કે ઈમરાન ખાન પોતે આઇસોલેટ થઈ ગયા છે.

ઇમરાન ખાને બે દિવસ પહેલાં જ ગુરુવારે ચીનની કોરોના વાઇરસની વૅક્સિન લીધી હતી. આ વૅક્સિન લીધા બાદ ઇમરાન ખાન કોરોના સંક્રમિત થતાં ફરી એકવાર ચીનની રસીની વિશ્વસનિયતા પર ગંભીર સવાલ ઊભા થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનના જલદી સાજા થવાની કામના કરી છે.

વડા પ્રધાન ખાન કોરોનાથી સંક્રમિત થયા બાદ તેઓ હોમ આઇસોલેશનમાં છે. વડા પ્રધાન કોરોના પૉઝિટિવ આવ્યા બાદ તેમના સ્ટાફ અને તેમને મળનાર લોકોના પણ કોવિડ ટેસ્ટ-રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જાણકારી પ્રમાણે ઇમરાનમાં કોરોનાના ગંભીર લક્ષણ નથી.

ઇમરાન ખાન અને તેમનાં પત્ની એમ બન્નેની તબિયત સુધારા પર છે.

international news pakistan imran khan