જિનપિંગની ટીકા કરનાર ચીની બિઝનેસમૅન જેક મા લાપતા!

05 January, 2021 02:14 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

જિનપિંગની ટીકા કરનાર ચીની બિઝનેસમૅન જેક મા લાપતા!

જેક મા

ચીનના અબજોપતિ ઉદ્યોગપતિ જેક મા છેલ્લા બે મહિનાથી જાહેરમાં દેખાયા નથી અને તેઓ બે મહિનાથી ગાયબ હોવાની વાત બહાર આવી છે. ચીનના અરબપતિ ઉદ્યોગપતિ અને ઈ-કૉમર્સ જાયન્ટ અલીબાબા અને આન્ટ ગ્રુપના માલિક જેક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિશાને આવ્યા બાદ તેઓ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં નજર આવ્યા નથી, જ્યારે તેમની કંપની પર સતત કાર્યવાહી ચાલી રહી છે. જેક મા આ રીતે ગાયબ થયા બાદ અનેક શંકા-કુશંકા સેવાઈ રહી છે. તેમણે ગયા વર્ષે ઑક્ટોબરમાં શાંઘાઈમાં એક કાર્યક્રમ દરમિયાન ચીનના વ્યાજખોર નાણાકીય નિયમનકારો અને સરકારી બૅન્કોની ઝાટકણી કાઢી હતી. રાષ્ટ્રપતિ શી જિનપિંગના ઇશારે ચીની અધિકારીઓએ જેક માને ઝટકો આપતાં ગયા વર્ષે નવેમ્બરમાં તેમના આન્ટ ગ્રુપનો ૩૭ અરબ ડૉલરનો આઇપીઓ લિસ્ટિંગ થતો અટકાવી દીધો હતો.

international news china xi jinping