૧૯૬૨ના યુદ્ધમાં ભારતની હાર બાદ અમેરિકા ચીન પર ત્રાટકવા તૈયાર હતું

25 December, 2012 04:05 AM IST  | 

૧૯૬૨ના યુદ્ધમાં ભારતની હાર બાદ અમેરિકા ચીન પર ત્રાટકવા તૈયાર હતું

અમેરિકાના એ વખતના પ્રમુખ જૉન એફ. કૅનેડીએ ૧૯૬૩ની નવમી મેએ સૈન્યના ટોચના કમાન્ડરો સાથેની બેઠકમાં સ્પષ્ટપણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે જો ચીન ફરી ભારત પર આક્રમણ કરશે તો એને રોકવા માટે સૈન્ય પગલાં ભરવામાં આવશે.

ટેડ વિડમેર અને કેરોલિન કૅનેડી નામના લેખકોએ લખેલા ‘સીક્રેટ વાઇટ હાઉસ રેકૉર્ડિંગ્સ ઑફ જૉન એફ. કૅનેડી’ નામના પુસ્તકમાં આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે સામ્યવાદી દેશ ચીન ભારત પર કબજો મેળવે એવું કૅનેડી ઇચ્છતા ન હતા અને એટલે જ ચીનને સફળ થતું રોકવા એના પર આક્રમણની તૈયારી રાખવામાં આવી હતી. આ પુસ્તકમાં કૅનેડી અને અમેરિકી સરકારના ટોચના અધિકારીઓ, સૈન્ય કમાન્ડરો સાથેની વાતચીતની ટેપના અંશો રજૂ કરવામાં આવ્યા છે.