ટ્રક પરના આ પોસ્ટરને લીધે એક દિવસમાં ૫૦૦ અકસ્માતો થયા

17 October, 2014 06:26 AM IST  | 

ટ્રક પરના આ પોસ્ટરને લીધે એક દિવસમાં ૫૦૦ અકસ્માતો થયા



એજન્સીનો હેતુ વધુ ને વધુ લોકોનું ધ્યાન આ જાહેરાત પ્રત્યે દોરવાનો હતો, પણ પુરુષ-ડ્રાઇવરોનું ધ્યાન આ પોસ્ટર તરફ એટલુંબધું આકર્ષાયું કે મૉસ્કોમાં એ દિવસે લગભગ ૫૧૭ નાના-મોટા રોડ-અકસ્માતો નોંધાયા હતા. એક મોટરિસ્ટે કહ્યું કે રસ્તા પર આટલું મોટું સ્ત્રીની ખુલ્લી છાતી દર્શાવતું પોસ્ટર જોઈને હું જોતો જ રહી ગયો. એટલામાં પાછળથી એક કાર આવીને બાઇકને ભટકાઈ ગઈ હતી. કારવાળાએ બચાવ કરતાં કહ્યું હતું કે તે ટ્રક પરનું પોસ્ટર જોઈને બેધ્યાન થઈ ગયો હતો. આવા એક નહીં, સેંકડો અકસ્માતોના કિસ્સાઓ એક જ દિવસમાં નોંધાયા હતા. કેટલાક અકસ્માતના વિક્ટિમોએ તો ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી પાસે તેમને બેધ્યાન કરવા માટે વળતર ચૂકવવાનો દાવો કરવાની ધમકી પણ આપી હતી.

સ્થાનિક પોલીસે બીજા જ દિવસે ઍક્શન લઈને ટ્રક પરની આ જાહેરાતને હટાવી દેવાનો આદેશ આપી દીધો હતો.