અદાર પૂનાવાલાની SII બ્રિટનમાં કરશે 2500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, જાણો વધુ

04 May, 2021 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બ્રિટનના પીએમ બોરિસ જૉનસને સોમવારે આ વાતની માહિતી આપી છે કે ભવિષ્યમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ યૂકેમાં વેક્સીન પણ બનાવી શકે છે.

આદર પૂનાવાલા (તસવીર સૌજન્ય મિડ-ડે)

વેક્સીન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા ટૂંક સમયમાં જ બ્રિટનમાં લગભગ 2500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. બ્રિટનના પીએમ બોરિસ જૉનસને સોમવારે આ વાતની માહિતી આપી છે કે ભવિષ્યમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ યૂકેમાં વેક્સીન પણ બનાવી શકે છે. જણાવવાનું કે આજે એટલે કે મંગળવારે પીએમ મોદી અને તેમના બ્રિટની સમકક્ષ બૉરિસ જૉનસનની વર્ચ્યુઅલ મીટિંગ પહેલા આ જાહેરાત કરવામાં આવી છે.

પીએમ જૉનસનની ઑફિસ ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું કે 240 મિલિયન પાઉન્ડ (2460  કરોડ રૂપિયા)ના પ્રૉજેક્ટમાં ક્લિનિકલ ટ્રાયલ, રિસર્ચ અને સંભવતઃ વેક્સીનનું નિર્માણ સામેલ થઈ શકે છે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટ પ્રમાણે વિશ્વની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. આ સિવાય તે ઓછી કિંમત ધરાવતી એસ્ટ્રાઝેનેકા વેક્સીન બનાવનારી કંપનીઓમાં પણ સૌથી આગળ છે.

SIIએ યૂકેમાં કોરોના વાયરસની એક ડૉઝ વાળી નેઝલ વેક્સીનના પહેલા ચરણનું ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડાઉનિંગ સ્ટ્રીટના નિવેદન પ્રમાણે, SIIની આ યોજના ભારત સાથે એક અરબ ડૉલરના વેપારની ડીલનો ભાગ છે અને આથી લગભગ 6 હજાર 500 નોકરીઓના તક મળશે.

સીરમ ઇન્સ્ટીટ્યૂટ દર મહિને કોરોના વેક્સીનના લગભગ 6થી 7 કરોડ ડૉઝ બનાવે છે. હાલ કંપનીનું લક્ષ્ય જુલાઇ સુધી વધારીને 10 કરોડ સુધી લઈ જવાનો છે.

જણાવવાનું કે ભારતમાં કોરોનાના સેકેન્ડ વેવને કારમે પીએમ જૉનસનને પોતાનો ભારત પ્રવાસ પણ રદ કરવો પડ્યો હતો. તેઓ એપ્રિલમાં ભારત આવવાના હતા.

great britain international news national news