પત્રકાર ડેનિયલ પર્લના હત્યાના આરોપીઓ આજે જેલમાંથી મુક્ત થશે

26 December, 2020 03:51 PM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

પત્રકાર ડેનિયલ પર્લના હત્યાના આરોપીઓ આજે જેલમાંથી મુક્ત થશે

અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના આરોપસર પકડાયેલા આતંકી સંગઠન અલ કાયેદાના આગેવાન અહમદ ઉમર સઇદ શેખ તથા અન્ય ત્રણ જણને મુક્ત કરવાના કરાચીની કોર્ટના હુકમનો અમલ આજે કરવામાં આવશે. જેલ અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે એ ચાર જણને છોડવાના આદેશની નકલો મેળવવામાં વિલંબ થવાને કારણે તેમને શનિવારે જેલમાંથી બહાર જવા દેવામાં આવશે. અમેરિકાએ આ ચારેય આતંકવાદીઓને છોડી મૂકવાના મામલે ચિંતાની લાગણી વ્યકત કરી હતી. પાકિસ્તાનની સિંધ હાઈ કોર્ટે આ ચારેયને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા. ૨૦૦૨માં ૩૮ વર્ષનો ડેનિયલ પર્લ જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને આતંકવાદી જૂથ અલ-કાયેદા વચ્ચેની સાઠગાંઠની સ્ટોરી કરી રહ્યો હતો ત્યારે તેનું અપહરણ અને બાદમાં હત્યા કરવામાં આવી હતી.

international news karachi