એક સર્વે પ્રમાણે 2010 બાદ અમેરીકામાં 38% ભારતીયોનો થયો વસ્તીવધારો

18 June, 2019 10:17 PM IST  |  Washington

એક સર્વે પ્રમાણે 2010 બાદ અમેરીકામાં 38% ભારતીયોનો થયો વસ્તીવધારો

Washington : આજે પણ ઘણા ભારતીય વિદેશમાં જઇને વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે એક અમરેકીમાં થયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે અમેરીકામાં ભારતીયોની વસ્તી વધી રહી છે. ભારતથી અમેરિકા જવાનું ચલણ સતત વધી રહ્યું છે. અમેરિકામાં જ ભારતીય વસ્તીનું પ્રમાણ વધ્યું હોવાનો રીપોર્ટ અમેરિકાની એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. રીપોર્ટ પ્રમાણે વર્ષ 2010થી 2017માં અમેરિકામાં કુલ 38 ટકા ભારતીયોનો વસ્તીવધારો નોંધાયો છે.


દક્ષિણ એશિયાની એશિયન અમેરિકન્સ લીડિંગ ટુગેધરે કરેલા સર્વે અનુસાર અમેરિકામાં ઓછામાં ઓછી ભારતીયોની
6,30,000 વસ્તી છે, જેઓના કોઇ પ્રકારનો દસ્તાવેજનો રેકોર્ડ જ નથી. જ્યારે વર્ષ 2010થી 72 ટકા ભારતીયોની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ગેરકાયદેસર રીતે ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે, ભારતીયોના વિઝા પૂર્ણ થવા છતાં પણ 2.50 લાખ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરે છે.

આ પણ વાંચો : IGFF:હોલીવુડની ધરતી પર યોજાશે ગુજરાતી ફિલ્મોનો એવોર્ડ શૉ

વર્ષ 2010 બાદ અમેરિકામાં નેપાળના 206.06 ટકા, ભારતીયો 38 ટકા, ભૂટાન 38, પાકિસ્તાન 33 ટકા, બાંગ્લાદેશ 26 ટકા અને શ્રીલંકાના 15 ટકા વસ્તીનો અમેરિકામાં વધારો નોંધવામાં આવ્યો છે. રીપોર્ટ અનુસાર એશિયાઇ અમેરિકન નાગરિકોની આવકમાં સતત વઘારો થયો છે. અમેરિકામાં લગભગ 50 લાખ દક્ષિણ એશિયાઇ નાગરિકોમાંથી એક ટકા જ વસ્તી ગરીબી રેખા હેઠળ જીવી રહી છે.

united states of america