નેપાળમાં મોટો અકસ્માતઃ એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે ટકરાયું વિમાન

14 April, 2019 12:47 PM IST  |  કાઠમાંડુ

નેપાળમાં મોટો અકસ્માતઃ એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે ટકરાયું વિમાન

નેપાળમાં થયો અકસ્માત

પાડોશી દેશ નેપાળમાં અકસ્માત થયો છે. અહીંના લુકલા એરપોર્ટ પર ઉભેલા ચૉપર સાથે એક વિમાન ટકરાઈ ગયું. અકસ્માતમાં ઘટના સ્થળ પર જ બે લોકોનાં મોત થઈ ગયા, જ્યાંરે પાંચ લોકો ઘાટલ થયા છે. હાલ અકસ્માત સાથે જોડાયેલી અન્ય માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

 

મહત્વનું છે કે આ પહેલા પણ ફેબ્રુઆરીમાં હેલિકૉપ્ટર અકસ્માત થયો હતો. જેમાં નેપાળના પર્યટન મંત્રી રબીંદ્ર અધિકારી સહિત પર્યટના વ્યવસાયી આંગ ત્સરિંગ શેરપા, સુરક્ષા અધિકારી અર્જુન ઘિમિરે, નેપાળના વડાપ્રધાન કાર્યાલયના અવર સચિવ યુબરાજ દહલ, નેપાળ નાગર વિમાનન પ્રાધિકરણના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બીરેંદ્ર શ્રેષ્ઠ, CAAN એન્જિનિયર ધ્રુબ દાસ ભોછિભયા અને પાયલટ પ્રભાકર કેસીનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ નેપાળમાં ભીષણ તોફાનથી ભારે તબાહી, 35નાં મોત અને 600 ઘાયલ

nepal world news