અમેરિકા-યુરોપમાં વધુ એક મંદીની યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી

20 December, 2012 04:44 AM IST  | 

અમેરિકા-યુરોપમાં વધુ એક મંદીની યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી

મંગળવારે જાહેર કરવામાં આવેલા યુએનના ‘વલ્ર્ડ ઇકૉનૉમિક સિચુએશન ઍન્ડ પ્રોસ્પેક્ટસ-૨૦૧૩’ નામના અહેવાલમાં આવતાં બે વર્ષના વૈશ્વિક આર્થિક વિકાસ વિશેના અંદાજો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં ખાસ કરીને અમેરિકાની કથળતી નાણાકીય હાલત અને યુરોપિયન દેશોમાં દેવાંની સ્થિતિને લઈને ચિંતા રજૂ કરવામાં આવી છે. અહેવાલ મુજબ ૨૦૧૨માં વૈશ્વિક આર્થિક વિકાસ ધીમો પડ્યો છે તથા ૨૦૧૩ અને ૨૦૧૪માં પણ આ સ્થિતિ યથાવત્ રહેશે એવા સંકેતો છે. યુએનના અંદાજ પ્રમાણે ૨૦૧૩માં વૈશ્વિક અર્થતંત્ર ૨.૪ અને ૨૦૧૪માં ૩.૨ ટકાના દરે વૃદ્ધિ પામશે. આ અહેવાલમાં ભારતનો વિકાસદર પણ ધીમો પડશે એવી ચેતવણી અપાઈ છે. અહેવાલ મુજબ ભારતનો આર્થિક વિકાસદર ૨૦૧૧માં ૬.૯ ટકા હતો, જે ૨૦૧૨માં ઘટીને ૫.૫ ટકા થઈ જશે.