અમેરિકાના કૅલિફૉર્નિયામાં ચપ્પુથી હુમલો કરી ૪ લોકોની હત્યા

10 August, 2019 12:40 PM IST  |  કેલિફોર્નિયા

અમેરિકાના કૅલિફૉર્નિયામાં ચપ્પુથી હુમલો કરી ૪ લોકોની હત્યા

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના ગાર્ડન ગ્રોવ વિસ્તારમાં એક વ્યક્તિએ ચપ્પુથી હુમલો કરીને ૪ લોકોની હત્યા કરી દીધી છે. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. ગાર્ડન ગ્રોવ પોલીસ વિભાગ (જીજીપીડી)ના જણાવ્યા પ્રમાણે હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. હુમલાખોર ચપ્પુ અને બંદૂક લઈને સ્ટોરમાં ઘૂસ્યો હતો. જ્યારે ફિલાડેલ્ફિયામાં એક ઘર સાથે નાનું વિમાન અથડાઈ જવાના કારણે ૩ લોકોનાં મોત થયાં છે.

જીજીપીડીએ ટ્વીટ કર્યું છે કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી આ પહેલાં પણ ઘણી હત્યાઓ અને ચોરીના આરોપમાં સામેલ છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તે પહેલાં બે યુવકની હત્યા કરીને ગાડી લઈને ભાગી ગયો હતો. ત્યાંથી ગૅસ સ્ટેશન અને વીમા કંપનીમાં જઈને બે લોકોને ઘાયલ કર્યા હતા. ત્યાંથી તે એક રેસ્ટોરાં ગયો અને ત્યાં પણ તેણે એક વ્યક્તિની હત્યા કરી હતી.

પોલીસે કહ્યું કે, આ સિવાય આરોપીએ એક સુરક્ષાકર્મી પર હુમલો કર્યો હતો. તેનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. હુમલાખોરનો હેતુ ચોરીનો હતો. ફિલાડેલ્ફિયામાં પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરથી અંદાજે ૩૨ કિમી દૂર પેન્સિલવેનિયામાં ગુરુવારે વિમાન દુર્ઘટના થઈ હતી. પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યું કે, એક યુવકે ફોન કરીને વિમાન ઘર સાથે અથડાયું હોવાની ઘટનાની માહિતી આપી હતી. તે પર્સનલ નાના વિમાનમાં ત્રણ યાત્રીઓ હતા અને તે દરેકનાં મોત થઈ ગયાં છે. પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં પતિ-પત્ની અને તેમની ૧૯ વર્ષની દીકરી હતી.

united states of america california