કૅનેડાના મુખ્ય શહેર ટૉરોન્ટોમાં ૨૮ દિવસનું લૉકડાઉન જાહેર

23 November, 2020 01:22 PM IST  |  Mumbai | Agencies

કૅનેડાના મુખ્ય શહેર ટૉરોન્ટોમાં ૨૮ દિવસનું લૉકડાઉન જાહેર

લૉકડાઉન

કોરોના વાઇરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં યથાવત્ છે. દુનિયાભરમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ ૬ કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના ૨૧૮ દેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૮૮૮૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં ત્યારે હવે કોરોના વાઇરસનો કેર વધતાં કૅનેડાના મુખ્ય શહેર ટૉરોન્ટોમાં ૨૮ દિવસ માટે લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે.
ટૉરોન્ટોમાં સોમવારથી લૉકડાઉન લાગવા જઈ રહ્યું છે. ઑન્ટેરિયોના વડા પ્રધાન ડૌગ ફોર્ડએ શનિવારે જાહેરાત કરી હતી કે કોરોના સંક્રમણ વધતાં ટૉરોન્ટો શહેરમાં ૨૮ દિવસ સુધી લૉકડાઉન લગાવવામાં આવશે.
સરકારે જિમ, સલૂન અને કસીનો બંધ કરવા તેમ જ ૧૦ લોકોના મળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. લૉકડાઉન દરમિયાન શહેરમાં ઇન્ડોર ખાનગી સમારોહ પર પ્રતિબંધ રહેશે.

international news lockdown