વિજય માલ્યાએ પ્રત્યર્પણ વિરુદ્ધ હાઈ કોર્ટમાં બીજી વાર અરજી દાખલ કરી

13 April, 2019 11:13 AM IST  | 

વિજય માલ્યાએ પ્રત્યર્પણ વિરુદ્ધ હાઈ કોર્ટમાં બીજી વાર અરજી દાખલ કરી

વિજય માલ્યા

ભાગેડુ લિકર બિઝનેસમૅન વિજય માલ્યા (૬૩)ના પ્રત્યર્પણ વિરુદ્ધ યુકેની હાઈ કોર્ટમાં ગઈ કાલે બીજી વાર અરજી દાખલ કરી. પ્રથમ યાચિકા પાંચ એપ્રિલે ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ મૌખિક રીતે સુનાવણીની અરજી આપવા માટે પાંચ વર્કિંગ ડેનો સમય મળ્યો હતો. લંડનની વેસ્ટમિન્સ્ટર ર્કોટે ડિસેમ્બરમાં માલ્યાના ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. ફેબ્રુઆરીમાં યુકેના ગૃહ વિભાગે મંજૂરી આપી હતી. ત્યાર બાદ માલ્યાએ નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો : હેલ્થ ટ્રીટમેન્ટ તરીકે વધી રહી છે ક્રૂડ ઑઇલ બાથની બોલબાલા

માલ્યા વિરુદ્ધ ફ્રૉડ, મની લૉન્ડરિંગ, ફેમાના ઉલ્લંઘનનો આરોપ છે. તેના પર ભારતીય બૅન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયા બાકી છે. માલ્યાની કિંગફિશર ઍરલાઇન્સે બૅન્કો પાસેથી લોન લીધી હતી. માર્ચ ૨૦૧૬માં માલ્યા લંડન ભાગી ગયો હતો. મુંબઈની સ્પેશ્યલ કોર્ટ તેને ભાગેડુ જાહેર કરી ચૂકી છે. ઈડી દેશ-વિદેશમાં તેની સંપત્તિ અટૅચ કરી ચૂક્યા છે.

vijay mallya