બૅન્કો પાસે કરગર્યો માલ્યા : મારા રૂપિયા લઈ લો અને જેટ ઍરવેઝને બચાવી લો

27 March, 2019 08:57 AM IST  | 

બૅન્કો પાસે કરગર્યો માલ્યા : મારા રૂપિયા લઈ લો અને જેટ ઍરવેઝને બચાવી લો

વિજય માલ્યા

દેવામાં ડૂબેલી ઍરલાઇન્સ કંપની જેટ ઍરવેઝને બેલઆઉટ પૅકેજ આપવા બાબતે ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યાએ બૅન્કોની ટીકા કરી હતી. માલ્યાએ મંગળવારે સવારે એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે સાવર્જાનિક ક્ષેત્રની બૅન્કો બેવડો વ્યવહાર કરી રહી છે. તેમણે કહ્યું કે હાલની એનડીએ સરકારમાં જે બૅન્કોએ જેટ ઍરવેઝને બેલઆઉટ પૅકેજ આપ્યું છે, એ જ બૅન્કોએ કિંગફિશર ઍરલાઇનને ખરાબ રીતે બરબાદ કરી છે.

વિજય માલ્યાએ મંગળવારે ભારતીય બૅન્કોને વિનંતી કરતાં કહ્યું હતું કે ‘તેની પાસેથી રૂપિયા લઈ લે અને મારી જેટ ઍરવેઝને બચાવી લે.’ માલ્યાએ મંગળવારે સવારે તેના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું હતું કે ‘હું કર્ણાટક હાઈ કોર્ટ સમક્ષ પીએસયુ બૅન્કો અને અન્ય લેણદારોને રૂપિયા પરત કરવાની ઑફર કરી ચૂક્યો છું. તો શા માટે બૅન્ક મારી પાસેથી રૂપિયા લેતી નથી? આ રૂપિયાથી જેટ ઍરવેઝને બચાવવામાં મદદ મળશે.’

આ પણ વાંચો : કૉંગ્રેસ ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરશે : રાહુલ ગાંધી

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની આગેવાનીવાળી બૅન્કોના સમૂહ દ્વારા જેટ ઍરવેઝનું મૅનેજમેન્ટ સંભાળ્યા બાદ ઘણાં ટ્વિટ કરીને તેણે કહ્યું કે તેણે કિંગફિશરના મામલામાં પણ આ પ્રકારનું પગલું ભરવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જેટ ઍરવેઝને બેલઆઉટ પૅકેજ પર ખુશી વ્યક્ત કરતાં માલ્યાએ કહ્યું કે ‘તેના કારણે વિમાનની કંપનીઓમાં કામ કરનારાઓની નોકરીઓ, કનેક્ટિવિટી અને એક કંપની બચી ગઈ છે. બાદમાં એક ટ્વિટમાં માલ્યાએ કહ્યું કે આ બૅન્કોએ સૌથી સારા કર્મચારીઓવાળી ભારતની સૌથી સારી ઍરલાઇનને ખૂબ જ ખરાબ નિષ્ફળ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ એનડીએ સરકારનો બેવડો માપદંડ છે.’

vijay mallya jet airways national news