Twitterએ આતંકી સંગઠન હિજબુલ્લા અને હમાસ સાથે જોડાયેલ અકાઉન્ટ કર્યા બંધ

05 November, 2019 02:40 PM IST  |  Mumbai Desk

Twitterએ આતંકી સંગઠન હિજબુલ્લા અને હમાસ સાથે જોડાયેલ અકાઉન્ટ કર્યા બંધ

અમેરિકાના દબાવમાં ટ્વિટરે આતંકી સંગઠનો હિજબુલ્લા અને હમાસ સાથે જોડાયેલા અકાઉન્ટને સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા છે. હકીકતે, અમેરિકાનો આરોપ છે કે આ આતંરી સમૂહ આંતરરાષ્ટ્રીય સંગઠનને હથિયાર આપવાનું કામ કરે છે અને સોશિયલ મીડિયા પર આ ગ્રુપ સાથે જોડાયેલા લોકોનું સંગઠન છે. એવામાં ટ્વિટર આતંકને વધાવે છે. 2018 સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા તરફથી ટ્વિટરને એક પત્ર લખ્યો હતો. તેના ઘણાં દિવસો પછી હવે આ નિર્ણય આવ્યો છે.

આ પહેલા કેટલાય અમેરિકન સાંસદોએ આરોપ મૂકતાં કહ્યું કે તેની સાથે જોડાયેલા ખાતા કાયદાનો મજાક ઉડાડે છે. તેના પછી જ માઇક્રોબ્લૉગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે આ સમૂહના ખાતા હટાવી દીધા છે. ટ્વિટર તરફથી આ નિવેદનમાં કહેવામાં આવ્યું કે આતંકી સંગઠન હિજબુલ્લા અને હમાસ સાથે જોડાયેલા અકાઉન્ટને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યા છે કારણકે તેના દ્વારા તે કેટલાય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. નિવેદનમાં કહેવામાં આ્યું છે કે ટ્વિટર પર આતંકી સંગઠનો અને એવા સમૂહોની કોઈ જરૂર નથી જે અસંવેધાનિક કામ કરે છે.

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

આ પહેલા ટ્વિટર ચરપંથી સંગઠન હિજ્બુલ્લાહના કેટલાય અકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા હતા. તેની સાથે જ આ સંગઠને આરોપ મૂક્યો કે ટ્વિટર અમેરિકાના દબાવમાં એવું કરી રહ્યા છે. જણાવીએ કે આ સંગઠનને લેબનાન તરફથી સમર્થન મળ્યું છે. જ્યારે અમેરિકા તેને આતંકી સંગઠન માને છે. જણાવીએ કે હિજ્બુલ્લાહની સ્થાપના 1982માં ઇઝરાઇલ દ્વારા લેબનાન પર હૂમલા પછી ઈરાનના રિવૉલ્યૂશવરી ગાર્ડ દ્વારા કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે. આ સંગઠન પાસે લેબનાન કરતાં વધારે હથિયારો છે. નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિએ ઑક્ટોબર 2018માં કડક પ્રતિબંધ મૂક્યા હતા. અમેરિકાએ આ આતંકી સંગઠનને નાણાંકીય મદદ અટકાવવા માટે મૂકવામાં આવ્યા હતા.

Crime News technology news