ફેસબુક વિરુદ્ધ USના કોલંબિયામાં કેસ નોંધાયો, જાણો આખો મામલો

20 December, 2018 01:34 PM IST  |  US

ફેસબુક વિરુદ્ધ USના કોલંબિયામાં કેસ નોંધાયો, જાણો આખો મામલો

ફેસબુક પર કરોડો યુઝર્સના ખાનગી ડેટામાં ચેડાં કરવાની પરવાનગી આપ્યાનો આરોપ લાગ્યો. (ફાઇલ)

કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ મામલે વોશિંગ્ટનનો ટોપ પ્રોસિક્યુટર ફેસબુક પર કેસ દાખલ કરી રહ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા પ્રમાણે, ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાના એટોર્ની જનરલ કાર્લ રેસિને બુધવારે ફેસબુક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 

કોલંબિયાના એટોર્ની જનરલ કાર્લ રેસિને ફેસબુક પર પોતાના કરોડો યુઝર્સના ખાનગી ડેટામાં છેડછાડ કરવાની પરવાનગી આપવાનો આરોપ લગાવ્યો.

ફેસબુકના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું, 'અમે આ ફરિયાદની સમીક્ષા કરી રહ્યા છીએ અને વોશિંગ્ટન તેમજ અન્ય જગ્યાઓ પર એટોર્ની જનરલની સાથે અમારી ચર્ચા આગળ વધારવાની ચાલુ રાખીશું.'

સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન, ફેડરલ ટ્રેડ કમિશન અને ન્યાય વિભાગ પણ ફેસબુકની તપાસ કરી રહ્યું છે. બ્રિટનમાં કંપની પર કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલ મામલે 5,00,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

facebook mark zuckerberg