જપાનમાં પૂરનું સંકટઃ 6.70 લાખ લોકો બેઘર

29 August, 2019 08:52 AM IST  |  ટોક્યો

જપાનમાં પૂરનું સંકટઃ 6.70 લાખ લોકો બેઘર

જપાનમાં પૂરનું સંકટ

જપાનના દક્ષિણપશ્ચિમ ક્ષેત્રમાં પૂરનું ભારે સંકટ તેમ જ ભૂસ્ખલનની આશંકાએ અંદાજે ૨,૪૦,૦૦૦ લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું પ્રશાસને જણાવ્યું હતું. અત્યાર સુધીમાં પૂરને પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જપાનના હવામાન વિભાગે આપેલા હાઈ-અલર્ટને પગલે તંત્રએ લોકોના સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. જપાનના ઉત્તર ક્યુશુ ક્ષેત્રમાં ભારે પૂર તેમ જ ભૂસ્ખલનની આગાહી આપવામાં આવી છે.

ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અંદાજે દસ લાખ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે જેને લઈને તંત્રએ સલામત સ્થળે ખસી જવાની સલાહ આપી છે.

સાગામાં ફાયર અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને કેટલાંક ઘરોમાં પૂરનાં પાણી ઘૂસી જવાની ફરિયાદ મળી છે. સત્તાધીશો આ તરફ કામગીરી કરી લોકોને થયેલા નુકસાનનો અંદાજ પણ મેળવી રહ્યા છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના રેલ મંત્રીએ કરી ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ભવિષ્યવાણી

જપાનના ઓમાચી-સાગા પ્રાંતમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં બે જણ માર્યા ગયા હતા. રહેણાક વિસ્તારોમાં પાણી ભરાવા ઉપરાંત મુખ્ય માર્ગો પર ભેખડો ધસી પડવાની ચેતવણીને પગલે ૬,૭૦,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

japan