ટર્કીમાં ભયાનક ભૂકંપ: ૧૮ જણના જીવ ગયા

26 January, 2020 12:13 PM IST  |  Mumbai Desk

ટર્કીમાં ભયાનક ભૂકંપ: ૧૮ જણના જીવ ગયા

તૂર્કીમાં આવેલા ભૂકંપે ખૂબ જ નુકશાન કર્યું છે. રિક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા ૬.૮ માપવામાં આવી છે. ભૂકંપે શહેરમાં ખૂબ જ તારાજી સર્જી છે. આ પ્રાકૃતિક આફતમાં અત્યાર સુધીમાં ૧૮ લોકોને જીવ ગુમાવવા પડ્યા છે તેમજ ૫૦૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજી પણ કેટલાક લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાનું મનાઈ રહ્યું છે. 

ભૂકંપમાં સૌથી વધારે નુકસાન ટર્કીના પૂર્વી ભાગમાં આવેલા ઈલાજિગમાં થયું છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે રાહત બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પાડોશી રાજ્યોમાંથી રાહત-બચાવ અધિકારીઓ ભૂકંપ ગ્રસ્ત વિસ્તારોની મદદ માટે આવી ચૂક્યા છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ઠંડીની સાથે-સાથે પૂર અને અંધારા સામે પણ ઝઝૂમવું પડી રહ્યું છે.

earthquake international news turkey