શ્રીલંકામાં મસ્જિદ પર હુમલાઓ પછી ફેસબુક-વૉટ્સઍપ પર પ્રતિબંધ

14 May, 2019 08:21 AM IST  |  કોલંબો | (જી.એન.એસ.)

શ્રીલંકામાં મસ્જિદ પર હુમલાઓ પછી ફેસબુક-વૉટ્સઍપ પર પ્રતિબંધ

ફેસબુક-વૉટ્સઍપ

ચિલાઉ વિસ્તારમાં એક ફેસબુક પોસ્ટ પર શરૂ થયેલા વિવાદ બાદ સ્થાનિક લોકોએ ત્રણ મસ્જિદ અને મુસ્લિમ નાગરિકની દુકાનો પર હુમલા કર્યા હતા. આ ઘટના બાદ સરકારે ફેસબુક, વૉટ્સઍપ સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે પણ આ ઘટના બાદ વિસ્તારમાં સોમવાર સવાર સુધી કરફ્યુ લગાવી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પથ્થરમારો કર્યો એ પહેલાં લોકોએ એક વ્યક્તિની સાથે મારપીટ પણ કરી હતી.

શ્રીલંકામાં ૨૧ એપ્રિલે ઈસ્ટરના દિવસે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, જેમાં ૨૫૧ લોકો માર્યા ગયા હતા. મુસ્લિમોનું કહેવું છે કે આ ઘટના બાદ તેમને દેશભરમાં લોકોને હેરાન કરવાની ફરિયાદો મળી રહી છે. તો શ્રીલંકા પોલીસ પ્રવક્તા રુવાન ગુણશેખરે કહ્યું કે ભડકાઉ ફેસબુક પોસ્ટ લખનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : એક નાનકડી ભૂલ અને મહિલાને હાથ લાગ્યો જેકપોટ, લૉટરીમાં જીતી ગઇ 54 લાખ

એક ફેસબુક પોસ્ટના આધારે જણાવ્યું કે આ પોસ્ટ પર વિવાદ થયા બાદ જ મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો છે. પોસ્ટમાં કમેન્ટ લખી હતી કે અમને કોઈ રડાવી નહીં શકે. આ પોસ્ટ પર અબ્દુલ હમીદ મોહમ્મદ હસમર નામની વ્યક્તિએ જવાબ આપ્યો કે વધારે ન હસો, એક દિવસ તમે રડશો. બે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે ૩૮ વર્ષના હસમરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

sri lanka facebook