બાંગ્લાદેશમાં હસીનાને ત્રીજીવાર બહુમત, ફરી એકવાર બનશે પીએમ

31 December, 2018 01:09 PM IST  |  ઢાકા, બાંગ્લાદેશ

બાંગ્લાદેશમાં હસીનાને ત્રીજીવાર બહુમત, ફરી એકવાર બનશે પીએમ

શેખ હસીના ત્રીજીવાર દેશની પીએમ બનશે.

વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગે રવિવારે બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં સતત ત્રીજીવાર જીત હાંસલ કરી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હસીનાની અવામી લીગે 300માંથી 260 સીટો પર જીત નોંધાવી. જ્યારે, તેની મુખ્ય સહયોગી જતિયા પાર્ટીને 21 સીટ્સ મળી. વનડે ટીમના કેપ્ટન મશરફે મુર્તજા પણ અવામી લીગની ટિકિટ પર ચૂંટાયા. પ્રમુખ વિપક્ષી દળ નેશનલ યુનિટી ફ્રન્ટ (એનયુએફ) અને તેના સહયોગી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) માત્ર 7 સીટ્સ પર સમેટાઈને રહી ગઈ.

રવિવારે હિંસા અને તણાવની વચ્ચે મતદાન પૂર્ણ થયું. હિંસામાં એક સુરક્ષાકર્મી તેમજ સત્તાધારી દળ અને વિપક્ષીય દળના કાર્યકર્તાઓ સહિત ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા. વિપક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ સત્તાધારી દળ પર બબાલ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ ચૂંટણીને રદ કરી દીધી છે અને નવેસરથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ ફરિયાદની તપાસ કરી રહ્યા છે.

ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે, આ ચૂંટણીમાં કુલ 1848 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. કુલ 300માંથી 299 સંસદીય સીટ્સ માટે થયેલી ચૂંટણીમાં 40,183 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. ઉમેદવારનું અવસાન થયા પછી એક સીટ પર મતદાન થયું નથી. ચૂંટણીમાં અનેક હજાર સૈનિકો અને અર્ધસૈન્યબના જવાનો સહિત છ લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.

sheikh hasina bangladesh