પાકિસ્તાન આતંકવાદને છાવરનાર પડકારરૂપ પાડોશી : એસ. જયશંકર

27 September, 2019 03:00 PM IST  |  ન્યૂ યોર્ક

પાકિસ્તાન આતંકવાદને છાવરનાર પડકારરૂપ પાડોશી : એસ. જયશંકર

એસ. જયશંકર

ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ન્યુ યૉર્કમાં જણાવ્યું કે ‘પાકિસ્તાન એક પડકારરૂપ પાડોશી છે. દુનિયામાં એવો કોઈ દેશ નથી જે આતંકવાદને જાણીજોઈને ભારત વિરુદ્ધ ભડકાવે. અનુચ્છેદ-૩૭૦ હટાવતાં અગાઉ કાશ્મીરમાં વધુ અરાજકતા હતી.’

એસ. જયશંકરે ભારતમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત ફ્રેન્જ વિસનર સાથે વાતચીતમાં જણાવ્યું કે ‘અમારી પાસે (ભારત પાસે) એક એવો પાડોશી છે જેની સાથે કોઈ પણ વ્યાવસાયિક સંબંધ નથી. આ દેશ (પાકિસ્તાન) કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટીની મંજૂરી નથી આપતો. એ ક્ષેત્રીય વિકાસની ગતિને ધીમી પાડે છે. એ લોકોના વ્યક્તિગત સંવાદ પર પણ પ્રતિબંધ મૂકે છે. દુનિયાના કેટલાય ભાગોમાં આતંકવાદ છે, પરંતુ આવો કોઈ દેશ છે એ પોતાના પાડોશી વિરુદ્ધ સમજી-વિચારીને આતંકવાદને ભડકાવે છે.’

પાકિસ્તાન સાથે મુદ્દો એ નથી કે એ વાત કરે કે નહીં. કોઈ પણ પોતાના પાડોશી સાથે વાતચીત ઇચ્છે છે. મુદ્દો એ છે કે અમે એ દેશ સાથે વાત કરીએ જે આતંકવાદ અને આતંકવાદીઓને છાવરી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુખ્ય મુદ્દો હોય એવું મને નથી લાગી રહ્યું એમ વિદેશ પ્રધાને જણાવ્યું હતું.

‘પાડોશી દેશ સાથે મતભેદોને કેવી રીતે ઉકેલવા એ અમારી સમક્ષ સૌથી મોટો પડકાર છે. આ મતભેદ સામાન્ય એટલા માટે નથી, કારણ કે તેમનાં મૂળિયાં અમારા ઇતિહાસમાં છે અને આ ઇતિહાસ સામાન્ય નથી.’

new york pakistan kashmir