આખરે કિમ જોંગ અને ટ્રંપની નકલ કરનારાની થઇ ધરપકડ

24 February, 2019 04:27 PM IST  | 

આખરે કિમ જોંગ અને ટ્રંપની નકલ કરનારાની થઇ ધરપકડ

ફાઈલ ફોટો

ઉત્તર કોરિયાના કિમ જોંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પની નકલ કરનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કિમ જોંગનો અભિનય કરનારા હાવર્ડ એક્સ અને ટ્રમ્પની નકલ કરનારા રસેલ વ્હાઈટની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને વ્યક્તિઓએ હનોઈમાં નેતાઓની મીટિંગનું નાટકિય અભિનય કર્યું હતું. પોલીસે આ બંનેની અટકાયત કરી હતી અને બંનેને ફટકાર પણ લગાવી હતી.

પોલીસે બંને શખ્શોની પુછપરછ કર્યા બાદ છોડી મુક્યા હતાં. જો કે મીડિયા સાથે વાત કરતા બન્ને વ્યક્તિએ જમાવ્યું હતું કે તેમને દેશ બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી. આવનારા અઠવાડિયાં ટ્રમ્પ અને કિમ જોંગ વિયતનામની રાજધાની હનોઈમાં મુલાકાત પણ કરશે. આ મુલાકાત દરમિયામન પરમાણું વિશે વાત થઈ શકે છે.

કિમ જોંગ ઉનની નકલ કરનારો હાવર્ડ એક્સ અને રસેલ વ્હાઈટ હોન્ગકોન્ગના રહેવાસી છે. આ બન્ને વ્યક્તિને પોલીસ દ્વારા આ નકલ રોકવા આદેશ આપવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, નકલ બંધ કરવામાં નહી આવે તો તેમને દેશની બહાર ફેકી દેવામાં આવશે.'

kim jong-un donald trump