દુબઈમાં રોડ સાઇડમાં ગંદી કાર પાર્ક થશે તો હવે 9000 રૂપિયાનો દંડ લાગશે

18 July, 2019 10:40 AM IST  |  દુબઈ

દુબઈમાં રોડ સાઇડમાં ગંદી કાર પાર્ક થશે તો હવે 9000 રૂપિયાનો દંડ લાગશે

ફાઈલ ફોટો

સંયુક્ત અરબ અમીરાત(યુએઇ) ના નવા મોટર કાયદામાં કડક નિયમ સામેલ કર્યા છે. નવા નિયમ પ્રમાણે તમારે કારને સ્વચ્છ રાખવી પડશે. જો સરકારને ગંદી કાર પાર્ક કરેલી મળશે તો ૫૦૦ દિરહમ(લગભગ ૯૦૦૦ રૂપિયા) નો દંડ લગાવવાની જોગવાઈ કરી છે. આ નિયમ દુબઈ નગર નિગમે લાગુ કરી દીધો છે.

દુબઈ નગર નિગમે ટ્‌વીટ કરીને જણાવ્યું કે કેવી ચીજો શહેરની સુંદરતાને ખરાબ કરી શકે છે. જે લોકો ગરમીની રજાઓમાં ફરવા જવાના છે તેમના માટે એક રિમાઇન્ડર જાહેર કર્યું છે. શહેરની સુંદરતાને બરકરાર રાખવા માટે નિગમે આ પગલું ભર્યું છે.
નગર નિગમના ઇન્સ્પેક્ટર પાર્ક થયેલી ગાડીઓની ઓળખમાં લાગી ગયા છે અને કારની વિન્ડો પર નોટિસ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : ઍમેઝૉનના કર્મચારીઓએ કહ્યું, અમે માણસ છીએ, રોબો નહીં

આ ગાડીઓને સાફ કરવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે. જો આ સમયમાં ગાડીઓ સાફ નહીં થાય તો વાહનોને જપ્ત કરી લેવામાં આવશે.

dubai