પાકિસ્તાને મોદી માટે ઍરસ્પેસ ખોલવાની અપીલને ફગાવી

19 September, 2019 01:43 PM IST  |  ઇસ્લામાબાદ

પાકિસ્તાને મોદી માટે ઍરસ્પેસ ખોલવાની અપીલને ફગાવી

નરેન્દ્ર મોદી

પાકિસ્તાનના મીડિયા રિપોટ્‌ર્સમાં બુધવારે દાવો કરાયો હતો કે ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનને એરસ્પેસ ખોલવાની અપીલ કરી હતી. મોદી ૨૨ સપ્ટેમ્બરે અમેરિકાના હ્યુસ્ટનની મુલાકાત લેશે, જ્યાં તેઓ હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. આ મામલે પાકિસ્તાનની ઇમરાન સરકાર અપીલને ફગાવી દિધી હતી. 

હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી એક સાથે ભાગ લેશે. પ્રથમ વખત એવું થશે કે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સામેલ થશે, જેને વડા પ્રધાન મોદી સંબોધિત કરશે.
હાલમાં જ પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાનને પોતાના હવાઈ ક્ષેત્ર પરથી પસાર થવાની મંજૂરી આપી નહોતી. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે કાશ્મીરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : સમુદ્રમાંથી મળી આવી ડાયનોસોર જેવી માછલી, ફોટો જોઈને ચોંકી જશો !

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આ અંગે જણાવ્યું હતું કે વીવીઆઇપી સ્પેશ્યલ ફ્લાઇટ ક્લીયરન્સ નહીં આપવાના પાકિસ્તાનના નિર્ણય પર અમને અફસોસ છે. જ્યારે એક સામાન્ય દેશ દ્વારા આવા પ્રકારનું ક્લીયરન્સ નિયમિત રૂપે પ્રદાન કરવામાં આવે છે.

pakistan islamabad