પાકિસ્તાન સરકારે લાહોરનાં 11 સંગઠનો પર પ્રતિબંધ લાદ્યો

13 May, 2019 06:53 PM IST  |  ઇસ્લામાબાદ | (જી.એન.એસ.)

પાકિસ્તાન સરકારે લાહોરનાં 11 સંગઠનો પર પ્રતિબંધ લાદ્યો

ઇમરાન ખાન

પાકિસ્તાન સરકારે લાહોરનાં ૧૧ સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો છે જેમનો જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા જેવા આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાનો આરોપ છે. જૈશના આકા મસૂદને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. જમાત-ઉદ-દાવાનો આકા હાફિઝ સઇદ ૨૦૦૮માં થયેલા મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવે છે.

ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલાની જવાબદારી જૈશે લીધી હતી જેમાં ૪૦ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદથી જ બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો છે. પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જ જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.

આ પણ વાંચો : ટ્વિટર પર 11 મિલ્યન ફૉલોઅર સાથે બીજેપી બની દુનિયાની સૌથી મોટી પાર્ટી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન અને પ્રધાન એઝાઝ શાહ વચ્ચે શુક્રવારે મીટિંગ થઈ હતી. આ દરમ્યાન ૧૧ સંગઠનો પર પ્રતિબંધ લગાડવાનો નિર્ણય કરાયો હતો. ઇમરાને પહેલાં જ કહી દીધું હતું કે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને પાળવા માટે ક્યારેય નહીં થવા દઉં.

imran khan pakistan jaish-e-mohammad national news