PAK સૈન્યની બડાશ,'અમારી સામે ન ટકરાશો'

22 February, 2019 06:43 PM IST  | 

PAK સૈન્યની બડાશ,'અમારી સામે ન ટકરાશો'

પાકિસ્તાનના ડીજી આસિફ ગફૂર

પાકિસ્તાની સૈન્યએ પુલવામા હુમલા બાદ છેક શુક્રવારે પોતાનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની સૈન્યના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે પત્રકારો સાથે વાતચીત કરીને પુલવામા હુમલે પોતાનું નિવેદન આપ્યું. ગફૂરે કહ્યું કે અમે યુદ્ધની તૈયારી નથી કરી રહ્યા, પરંતુ ભારત ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાન યુદ્ધની શરૂઆત નથી કરી રહ્યું, પરંતુ જો સામેથી યુદ્ધ થશે તો અમે જવાબ આપીશું.

આસીફ ગફૂરે કહ્યું કે,'LOC પર જ્યાં તેમના સુરક્ષા દળો છે, ત્યાં કોઈ પહોંચી જાય તેવું કેવી રીતે બની શકે, જો આવું થયું છે તો તેમણે પોતાની ફોર્સને સવાલ પૂછવો જોઈએ. તેમણે આટલા વર્ષોમાં ત્યાં પૈસા બરબાદ કર્યા છે. ગાડીથી હુમલો થયો તે પાકિસ્તાનની નથી. જેણે હુમલો કર્યો તે પણ લોકલ છે. તેની હિસ્ટ્રી જુઓ, તે 2007માં પકડાયો હતો.'

તો પાકિસ્તાન વિશે ડીજી ગફૂરે કહ્યું,'અમે મુશ્કેલીથી આ સ્થિતિ પર પહોંચ્યા છીએ. અમે અફ્ઘાનિસ્તાનમાં અલ કાયદા વિરુદ્ધ પગલાં લેવામાં આંતરરાષ્ટ્રીય સૈન્યોની મદદ કરી હતી. અમારા વડાપ્રધાને ભારતને એ તક આપી છે, જે ભૂતકાળમાં કોઈએ નથી આપી. પાકિસ્તાન જ્યારે ચર્ચા કરવા તૈયાર થાય છે, ત્યારે ભારત કહેતું હતું પહેલા આતંકવાદ પર વાત થશે. અમારા વડાપ્રધાને કહ્યું હા, તેના પર વાત કરીએ.'

તો વધુમાં ગફૂરે કહ્યું,'1998માં અમારો દેશ પરમાણું શક્તિ બન્યો. 2001માં અમે આતંકીઓ સામે લડી રહ્યા હત, ત્યારે ભારતે પોતાનું સૈન્ય સરહદ પર તૈનાત કરી દીધું. તો કુલભૂષણ દ્વારા અમારા દેશમાં દુશ્મનો મોકલ્યા. 2001થી 2008માં પાંચ વખત વાતચીતના પ્રયત્નો છયા. 2016માં પઠાણકોટનો હુમલો થયો.'

આ પણ વાંચોઃ પાક.ને વધુ એક ઝટકો,FATFના ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય

જ્યારે પાકિસ્તાનમાં કંઈ થયું હોય ત્યારે ભારત અમારા વિરુદ્ધ કંઈકનું કઈ કરતું રહે છે. સાઉદી પ્રિન્સની મુલાકાત અમે અમારા દેશમાં બીજી પણ મહત્વની ઘટનાઓ હતી. કાશ્મીર ભારતની કાબૂ બહાર છે. પુલવામા હુમલાથી પાકિસ્તાને શું ફાયદો ? દેશને તો એનાથી નુક્સાન થઈ રહ્યું છે. ભારતનો પ્રયત્ન છે કે પાકિસ્તાનને એકલું પાડી દે પરંતુ એવું નથી થઈ રહ્યું. ભારતના પ્રયત્નો છતાંય પાકિસ્તાન એકલું નથી પડી રહ્યું.

pakistan terror attack