પાક. યુનિવર્સિટીનું ફરમાન, વેલેન્ટાઇન્સ ડે ને બદલે મનાવો 'સિસ્ટર્સ ડે'

14 January, 2019 07:39 PM IST  |  ઇસ્લામાબાદ

પાક. યુનિવર્સિટીનું ફરમાન, વેલેન્ટાઇન્સ ડે ને બદલે મનાવો 'સિસ્ટર્સ ડે'

ફાઇલ

પાકિસ્તાનની એક યુનિવર્સિટીએ 14 ફેબ્રુઆરીના રોજ ઊજવવામાં આવતા વેલેન્ટાઇન્સ ડેને 'સિસ્ટર્સ ડે'ના નામથી ઊજવવાનું એલાન કર્યું છે. પાકિસ્તાનના પંજાબ રાજ્યના ફૈસલાબાદ શહેરમાં આવેલી યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચર (યુએએફ)એ પોતાની વેબસાઈટ પર કહ્યું છે કે આ બદલાવ યુવાનોમાં પૂર્વીય સંસ્કૃતિ અને ઇસ્લામિક પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો છે.

યુએએફના કુલપતિ જફર ઇકબાલે કહ્યું, 'અમારી સંસ્કૃતિમાં મહિલાઓ વધુ સશક્ત છે. તેમને મા, બહેન, દીકરી અને પત્ની તરીકે સન્માન મળે છે. આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ અને પશ્ચિમી સંસ્કૃતિના મૂળિયાં આપણા સમાજમાં સ્થાપિત થઈ રહ્યા છે. યુએએફ 14 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થિનીઓમાં સ્કાર્ફ અને શાલનું વિતરણ કરવા પર વિચાર કરી રહ્યા છીએ.' યુનિવર્સિટીના પ્રવક્તા કમર બુખારીએ સોમવારે કહ્યું કે લગભગ એક હજાર વિદ્યાર્થિનીઓને સ્કાર્ફ વહેંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેના માટે દાન માંગવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ પણ કરી ચૂક્યા છે વિરોધ

પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને વર્ષ 2016માં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે મુસ્લિમ બહુમતીવાળા દેશમાં આ ખાસ દિવસ માટે કોઈ સ્થાન નથી. તેમણે વિદ્યાર્થીઓને આ દિવસની ઊજવણી કરવાને બદલે ભણવા પર ધ્યાન આપવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો: કેનેડિયન એર ટ્રાફિક કંટ્રોલરે અમેરિકા મોકલ્યા 350થી પણ વધુ પિઝા, જાણો કેમ

હાઇકોર્ટે લગાવી હતી રોક

વર્ષ 2017માં ઇસ્લામાબાદ હાઇકોર્ટે સાર્વજનિક સ્થળો અને સરકારી ઓફિસોમાં વેલેન્ટાઇન ડે ઊજવવા પર રોક લગાવી દીધી હતી. ગયા વર્ષે દેશના મીડિયા મેનેજરે વેલેન્ટાઇન ડેને પ્રોત્સાહન આપવાને લઈને ટીવી અને રેડિયો સ્ટેશનને ચેતવ્યા હતા.

pakistan