પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું, મજબૂરીમાં સફેદ ઝંડો બતાવ્યો

15 September, 2019 12:04 PM IST  |  હાજીપુર

પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું, મજબૂરીમાં સફેદ ઝંડો બતાવ્યો

સફેદ ઝંડો બતાવીને મૃતદેહ લઈ જતા સૈનિકોનો વિડિયો-ગ્રેબ.

કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાયા બાદથી પાકિસ્તાન અકળાયેલું છે. આખી દુનિયામાં ઢંઢેરો પીટવા છતાં કોઈ ભાવ આપતું નથી. બધેથી પછડાટ મળ્યા બાદ એ હવે સરહદો સળગાવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી હાજીપુર સેક્ટરમાં ગઈ ૧૦-૧૧ સપ્ટેમ્બરના રોજ કરાયેલા યુદ્ધવિરામના ભંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. ભારતે પાકિસ્તાનના બે સૈનિકોને પણ ઠાર કર્યા બાદથી પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું અને ભારતીય સેનાને સફેદ ઝંડો બતાવીને પોતાના સૈનિકોના મૃતદેહ લઈ ગયું.

મળતી માહિતી મુજબ હાજીપુર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરની રાતે ખૂબ ગોળાબારી કરી. ત્યાર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનની હાલત બગાડી નાખી. ભારતી સેનાની જડબાતોડ કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો થયો. ભારતની જબરદસ્ત કાર્યવાહીથી પાકિસ્તાનના હોશ ઊડી ગયા અને પોતાના સૈનિકોના મૃતદેહો પાછા લઈ જવાની કોશિશ કરવા લાગ્યું, પરંતુ ભારતીય સેનાની આકરી કાર્યવાહીના કારણે એલઓસી પર પડેલા પોતાના સૈનિકોના મૃતદેહો તે લઈ જઈ શકતું નહતું.

આ પણ વાંચો : દેશમાં સમાન સિવિલ કોડ સત્વર સ્થાપિત કરો : સુપ્રીમ કોર્ટ

ત્યાર બાદ પાકિસ્તાની સેનાના અધિકારીઓનું મગજ ઠેકાણે આવ્યું અને તેમના તરફથી સૈનિકોના હાથમાં સફેદ ઝંડો થમાવી દેવાયો. ત્યાર બાદ તેઓ પોતાના સૈનિકોના મૃતદેહો ઉઠાવવા લાગ્યા. ભારતીય સેનાએ માનવતા દર્શાવતાં તેમના સૈનિકોના મૃતદેહો લઈ જવા દીધા.

pakistan