Global Goalkeeper Award: સ્વચ્છતા અભિયાન માટે PM મોદીને મળ્યો અવોર્ડ

25 September, 2019 09:50 AM IST  |  ન્યુ યૉર્ક

Global Goalkeeper Award: સ્વચ્છતા અભિયાન માટે PM મોદીને મળ્યો અવોર્ડ

બિલ ગેટ્સ સાથે પીએમ નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનથી અવૉર્ડ મળ્યો છે. પીએમ મોદી ગ્લોબલ ગોલકીપર અવૉર્ડ બિલ ગેટ્સે આપ્યો છે. પુરસ્કાર મળવા પર પીએમ મોદીએ કહ્યું કે આ સમ્માન મારૂ નથી પરંતુ એ કરોડો ભારતીયનું છે જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને માત્ર સિદ્ધ જ નથી કર્યો, પરંતુ રોજબરોજની જિંદગીમાં સામેલ કર્યો છે.

જનશક્તિથી કોઈપણ પડકાર પર જીત પ્રાપ્ત કરી શકાય છે

મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉપર મને આ એવોર્ડ મળવો વ્યક્તિગત રીતે પણ મહત્વપૂર્ણ છે. આ એ વાતની સાબિતી છે કે જો 130 કરોડ લોકો કોઈ એક સંકલ્પને પૂરો કરવામાં લાગી જાય તો કોઈપણ પડકાર ઉપર તેને પ્રાપ્ત કરી શકાય છે. આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું તેઓ આ સમ્માન તે ભારતીયોને સમર્પિત કરે છે જેમણે સ્વચ્છ ભારત મિશનને એક જનઆંદોલનમાં બદલ્યું, જેમણે સ્વચ્છતાને પોતાનાસ દૈનિક જીવનમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની શરૂ કરી.

સ્વચ્છતા અભિયાનથી ગરીબ અને મહિલાઓને લાભ

અવૉર્ડ મળ્યા બાદ મોદીએ જણાવ્યું છે કે, હાલ કોઈપણ દેશમાં આવું અભિયાન સાંભળવા અને જોવા નથી મળ્યું. આ અભિયાનની શરૂઆત ભલે આપણી સરકારે કરી હતી, પરંતુ આની કમાન જનતાએ પોતે પોતાના હાથમાં લીધી હતી. ગયા પાંચ વર્ષમાં 11 કરોડથી વધારે શૌચાલયનું નિર્માણ કરવામા આવ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનથી મહિલાઓની ગરિમા વધી છે. અભિયાનથી ગરીબ અને મહિલાઓને લાભ થયો છે, તેમજ ગામોમાં રોજગારી મળી છે.

bill gates narendra modi new york