નરેન્દ્ર મોદીએ થિમ્પુમાં રૉયલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધ્યા

19 August, 2019 12:33 PM IST  |  થિમ્પુ

નરેન્દ્ર મોદીએ થિમ્પુમાં રૉયલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધ્યા

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભુતાનમાં રૉયલ વિશ્વવિદ્યાલયના સ્ટુડન્ટ્સને સંબોધિત કરતાં કહ્યું કે ‘ભારત અને ભુતાન એકબીજાની પરંપરા સમજે છે. ભારત ભાગ્યશાળી છે કે રાજકુમાર સિદ્ધાર્થના બુદ્ધ બનવાની જગ્યામાં રહ્યું. હું આજે ભુતાનના ભવિષ્યની સાથે છું. તમારી ઊર્જા અનુભવી શકું છું. હું ભુતાનના ઇતિહાસ, વર્તમાન કે ભવિષ્યને જોઉં છું તો મને દેખાય છે કે ભારત અને ભુતાનના લોકો એકબીજાની ઘણી પરંપરા સમજે છે. ભુતાનના યુવા વૈજ્ઞાનિક ભારત આવીને પોતાને માટે એક નાનો સૅટેલાઇટ બનાવવા પર કામ કરશે. શનિવારે હું સેમ્તોખ જોન્ગમાં હતો. એ એવી ચાર જગ્યાઓમાંથી છે જે ભુતાનનો ઇતિહાસ દર્શાવે છે. આ મુલાકાતમાં મને ભુતાનના લોકોને મળવાની તક મળી. ભારત ભાગ્યશાળી છે કે એ રાજકુમાર સિદ્ધાર્થને બુદ્ધ બનવાની જગ્યાએ રહ્યું. કોઈ બે દેશ એકબીજાને એ રીતે સમજતા નથી જે રીતે ભારત અને ભુતાન એકબીજાની પરંપરાને સમજે છે.’

મોદીએ કહ્યું કે ‘ભારત ગરીબીને ઝડપથી ખતમ કરી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની ગતિ પણ બેગણી થઈ છે. ભારત વિશ્વનો સૌથી મોટો હેલ્થકૅર પ્રોગ્રામ આયુષ્માન ભારતને પણ ચલાવી રહ્યું છે. સાથે જ ભારત સસ્તા ડેટા કનેક્શનવાળો દેશ છે. અમારો દેશ સ્ટાર્ટઅપના વિશ્વમાં સૌથી મોટા નેટવર્કવાળો દેશ છે.

મોદીએ કહ્યું કે ‘આજના વિશ્વમાં પહેલાંથી વધુ તક છે. તમારી પાસે એક્સ્ટ્રા-ઑર્ડિનરી કામ કરવા માટે ઊર્જા અને ક્ષમતા બન્ને છે. એનાથી આવનારી પેઢીઓ પર પણ અસર પડવાની છે. પોતાના લક્ષ્યને સમજો અને એનો સંપૂર્ણ ઝનૂન સાથે પીછો કરો. એ ખુશીની વાત છે કે ભુતાનના યુવા વૈજ્ઞાનિક ભારત જશે અને તેઓ પોતાનો નાનો સૅટેલાઇટ બનાવવા પર કામ કરશે. મને આશા છે કે એક દિવસ તમારામાંથી પણ ઘણા લોકો વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ઇનોવેટર બનશે.’

ભુતાન ખુશીની મેહકને સમજ્યું છે

વડા પ્રધાને ભુતાનની ખુશહાલીનાં વખાણ કરતાં જણાવ્યું કે ‘અહીંના લોકો ખુશીની મહેકને ખરા અર્થમાં સમજ્યા છે. ખુશહાલીથી શાંતિ આવે છે. વિશ્વમાં લોકો ખુશહાલીથી અનેક કામ કરી શકે છે. લોકો ખુશ હશે તો સૌહાર્દ આપમેળે ફેલાશે. જ્યાં સૌહાર્દ હશે ત્યાં શાંતિ પણ રહેશે.’

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી હુમલોઃ 63 લોકોનાં મૃત્યુ

મોદીએ તેમના સંબોધન બાદ થિમ્પુમાં ચોર્ટેન રાષ્ટ્રીય સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સ્મારક દેશના ત્રીજા રાજા જિગ્મે દોરજી વાંગ્ચુકની યાદમાં બનાવવામાં આવ્યું છે.

bhutan narendra modi