ભારતીય સીમા પર 600 ટેન્ક મુકશે પાકિસ્તાન, રૂસથી ખરીદશે T-90 ટેન્ક

30 December, 2018 07:28 PM IST  | 

ભારતીય સીમા પર 600 ટેન્ક મુકશે પાકિસ્તાન, રૂસથી ખરીદશે T-90 ટેન્ક

રૂસ પાસેથી ખરીદાશે 600 T-90 ટેન્ક

એકતરફ પાકિસ્તાનની ઈમરાન સરકાર કંગાલ હોવાના કારણે અલગ અલગ દેશો સમક્ષ દેવું માફ કરવા રજુઆત કરી રહી છે ત્યારે બીજી બાજુ સૈન્યને મજબુત કરવા માટે 600 ટેન્કો સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. જેમા રૂસ પાસેથી T-90 ટેન્ક ખરીદવામાં આવશે . ઈમરાન સરકારની રણનીતિ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે તે સૈન્યનો આશરો લઈ ભારતના વિરોધમાં કામ કરી રહી છે. ખાનગી સૂત્રો અનુસાર પાકિસ્તાની સૈન્ય આ ટેન્કોની ગોઠવણ ભારત સાથે જોડાયેલી સીમાઓ પર કરશે . અને પાકિસ્તાની સૈન્ય જે ટેન્કોને ખરીદવાનો વિચાર કરી રહી છે તેની મારક ક્ષમતા 3 થી 4 કિલોમીટર સુધીની છે.

ઈટાલીથી ખરીદવામાં આવી રહી છે બંદૂકો

યુદ્ધક ટેન્કો સિવાય પાકિસ્તાન સૈન્ય 245 150 MM એસપી માઈક-10 બંદૂકોની પણ ખરીદી કરી રહ્યું છે. પાક. સૈન્ય આ બંદૂકોની ખરીદી ઈટાલી પાસેથી કરી રહ્યું છે જેમાથી 120 બંદૂકો પાક.ને મળી ચૂકી છે. હવે પાકિસ્તાનની નજર રૂસ પાસેથી મોટા પાયે T-90 ટેન્ક ખરીદવા પર છે જે ભારત પાસે પહેલાથી જ છે.

ચીનની મદદથી તૈયાર કરશે સ્વદેશી ટેન્ક

રૂસ પહેલાથી જ ભારત માટે સૌથી મોટો અને વિશ્વાસ પાત્ર સાથીદાર રહ્યો છે. પાકિસ્તાન 2025 સુધીમાં તેની સૈન્ય શક્તિને વધારવા પર કામ કરી રહ્યું છે. જેના કારણે પાક. ચીનની મદદથી 220 જેટલી સ્વદેશી ટેન્ક વિકસાવી રહ્યું છે.