ચોરી કરેલું 2 કરોડનું વાયોલિન ચોર 10 દિવસમાં પાછું આપી ગયો

05 November, 2019 10:57 AM IST  |  London

ચોરી કરેલું 2 કરોડનું વાયોલિન ચોર 10 દિવસમાં પાછું આપી ગયો

વાયોલિન

પ્રોફેશનલ સંગીતકાર સ્ટીફન મોરિસન પાસે સદીઓ જૂનું એક વાયોલિન હતું જે ખોવાઈ ગયેલું. દસ દિવસ પહેલાં સ્ટીફન લંડનની ટ્રેનમાં સફર કરી રહ્યા હતા ત્યારે એ ચોરાઈ ગયું હતું. આ વાયોલિન ૩૧૦ વર્ષ જૂનું છે જેની કિંમત ૨.૫ લાખ પાઉન્ડ એટલે કે આશરે ૨.૨૮ કરોડ રૂપિયા જેટલી થાય છે. ૧૭૦૯ની સાલમાં ડેવિડ ટૅકલરે બનાવેલું આ વાયોલિન દેખાવમાં સામાન્ય કરતાં થોડુંક નાનું છે.

આવું અલભ્ય વાયોલિન જ્યારે ટ્રેનમાંથી ચોરાઈ ગયું ત્યારે સ્ટીફને પોલીસ ફરિયાદ કરી.બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કર્યા અને વાયોલિન લઈ જનારી વ્યક્તિની ઓળખ પણ સ્પષ્ટ કરી હતી. જોકે ઓળખ સ્પષ્ટ થયાના ૨૪ જ કલાકમાં આ ચોરભાઈએ સ્ટીફનને ટ્વિટર પર સંદેશો આપ્યો કે હું તમને વાયોલિન પાછું આપવા માગું છું. એ પછી તો ફોન કરીને તે ક્યાં એ વાયોલિન પાછું આપવા માગે છે એ પણ નક્કી થયું.

આ પણ વાંચો : ચાઇનીઝ ખાવાનું ખાઈ-ખાઈને મદનિયા જેવડું થઈ ગયું આ પિગ

નિશ્ચિત જગ્યાએ આરોપી માત્ર વીસ સેકન્ડ મોડો પહોંચ્યો હતો, એમ છતાં પોતાની ભૂલ માટે માફી માગીને વાયોલિન પરત કરી દીધું હતું. સ્ટીફનને તેનું પ્રિય વાયોલિન મળી ગયું અને એ પણ આરોપી સામેથી આપી ગયો હોવાથી પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે.