હવે મારધાડ નહીં, પણ જીઝસની જેમ પરોપકાર કરતી વિડિયો ગેમ રમી શકાશે

12 December, 2019 01:21 PM IST  |  Mumbai Desk

હવે મારધાડ નહીં, પણ જીઝસની જેમ પરોપકાર કરતી વિડિયો ગેમ રમી શકાશે

મારધાડ કરતી અને એકબીજાને હરાવતી વિડિયો ગેમ્સનો તો હવે કોઈ તોટો નથી, પરંતુ જો લોકોમાં સારાઈનો પ્રસાર કરવો હોય તો એવી ગેમ્સ આવવી જોઈએ જેનાથી લોકોમાં સદ્ગુણોનું સિંચન થાય. સદ્ગુણો માત્ર ઉપદેશથી નથી આવી શકતા એટલે એને પણ ગેમ દ્વારા જ રજૂ કરવાનો એક પ્રયાસ તાજેતરમાં એક કંપનીએ કર્યો છે. થોડા દિવસોમાં નવી અલગ પ્રકારની વિડિયો ગેમ બજારમાં મુકાવાની છે જેમાં એ ગેમ રમનારાઓ જીઝસ કાઇસ્ટની ભૂમિકામાં રહેશે. પ્લેયર્સે ઈશુ ખ્રિસ્ત જે કરતા હતા એવા ચમત્કારો કરવાના રહેશે. મોબાઇલ ફોન કે કમ્પ્યુટર પર ગેમ ખેલનારે બીમારોને સાજા કરવા, તોફાની સમુદ્રને શાંત કરવો, માછલીઓની સંખ્યા અનેકગણી વધારવી વગેરે ઐતિહાસિક ઘટનાઓનું પુનરાવર્તન અને ચમત્કારો પણ ગેમ રમવાના ભાગરૂપે કરવાના રહેશે. બાઇબલમાં ઈશુ ખ્રિસ્તના અનેક ચમત્કારો નોંધવામાં આવ્યા છે. એ બધા ચમત્કારો અને ઈશુના જીવનની ઘટનાઓનો સમાવેશ કરતી વિડિયો ગેમ પોલૅન્ડના વિડિયો ગેમ ડેવલપર પ્લેવેએ બનાવી છે. પ્લેવે ક્લાસિક ફાર્મિંગ, અમેરિકન પ્રેસિડન્ટ, ડ્રન્ક સૅન્ટા વગેરે સિમ્યુલેટર ગેમ્સ માટે જાણીતી કંપની છે.

technology news tech news