ભાગેડુ નિરવ મોદીની લંડનમાં થઈ ધરપકડ

20 March, 2019 03:26 PM IST  |  લંડન

ભાગેડુ નિરવ મોદીની લંડનમાં થઈ ધરપકડ

નિરવ મોદી

ઉલ્લેખનીય છે કે બેન્કોના 13 હજાર કરોડનું કૌભાંડ કર્યા બાદ ફરાર થયેલો નિરવ મોદી છેલ્લા કેટલાક દિવસોમાં લંડનના માર્ગો પર લૂક બદલીને ફરતો દેખાય હતો. નિરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ ચૂકી છે, તેમ છતાંય તેની ધરપકડ નહોતી થઈ. નિરવ મોદીનો વીડિયો સામે આવ્યા બાદ, વેસ્ટમિન્સટર કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી હતી. જો કે ધરપકડ બાદ પણ નિરવ મોદી પાસે જામીન માટે કોર્ટમાં જવાનો ઓપ્શન છે. કોર્ટ નિરવ મોદીને શરતી જામીન આપી શકે છે.

 

હવે પ્રત્યાર્પણ માટે કરાશે પ્રયત્ન

નિરવ મોદીની ધરપકડ બાદ ભારત સરકાર તેને બ્રિટન પાસેથી પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારત તરફથી સીબીઆઈ અને ઈડીની એક ટીમ લંડન જશે. આ દરમિયાન પ્રત્યાર્પણને લઈ સીબીઆઈ અને ઈડીની ટીમ સતત યુકે ઓથોરિટી અને લંડનમાં ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં છે.

આ પણ વાંચોઃ મુંબઈ કોર્ટનું નીરવ મોદીના પત્ની સામે નૉન બૅલેબલ વોરન્ટ

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નિરવ મોદીને લઈ વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે સરકારની નિષ્ફળતાને કારણે જ નિરવ મોદી લંડન ભાગી જવામાં સફળ રહ્યો. બીજી તરફ વડાપ્રધાન મોદી વારંવાર કહી ચૂક્યા છે કે જે લોકો ભારતના પૈસા લઈને નાસી ગયા છે, તેમને સરકાર ભારત પાછા જરૂર લાવશે.

national news Nirav Modi