નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટન એરપોર્ટ પર સ્વચ્છતાનો સંદેશ આપ્યો

23 September, 2019 11:27 AM IST  |  હ્યુસ્ટન

નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટન એરપોર્ટ પર સ્વચ્છતાનો સંદેશ આપ્યો

નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટન એરપોર્ટ પર સ્વચ્છતાનો સંદેશ આપ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે એ વાત સૌ કોઈ જાણે છે. અમેરિકામાં હ્યુસ્ટન એરપોર્ટ પર પહોંચતા જ ભારતના વડા પ્રધાન મોદીએ સ્વચ્છતાની ઝાંખી કરાવી હતી. ભારતમાં જ નહીં પરંતુ પરદેશમાં પણ તેઓ નાની બાબતે કેટલા સજાગ છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પીએમે પૂરું પાડ્યું હતું. પીએમ મોદીના આ નાનકડા કાર્યની ટ્વિટર પર યુઝર્સ વખાણ કરતા થાકતા નથી.

આ પણ વાંચો : મોદી હ્યુસ્ટનમાં:એનર્જી કંપનીઓ સાથે પચાસ લાખ ટન એલએનજીના કરાર

વડા પ્રધાનને શુભેચ્છારૂપે અપાયેલા ફૂલોના બુકેમાંથી એક ફૂલ નીચે જમીન પર પડી ગયું હતું. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે પીએમ મોદીએ નીચા નમીને લાલ જાજમ પર પડેલા આ પુષ્પને જાતે જ ઉપાડી લીધું હતું. વડા પ્રધાન આમ તેઓ નાનકડી બાબત પ્રત્યે પણ કેટલા સજાગ છે તેનો દાખલો આપ્યો હતો.

houston narendra modi donald trump