ચંદ્રયાન 2 અંગે નાસાએ જે કહ્યું, તે સાંભળીને થશે ગર્વ

08 September, 2019 03:49 PM IST  |  દિલ્હી

ચંદ્રયાન 2 અંગે નાસાએ જે કહ્યું, તે સાંભળીને થશે ગર્વ

ચંદ્રયાન 2 ભારતનું સૌથી મહત્વાકાંક્ષી મિશન હતું, જેનો ઉદ્દેશ્ય હતો ચંદ્ર પર વધુ શોધખોળ કરવાનો. ચંદ્રયાનના ઓર્બિટરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. તે ફોટોઝ મોકલી રહ્યું છે. અને લેન્ડર પણ મળી આવ્યું છે. લેન્ડર ચંદ્ર પર જ છે, પરંતુ જ્યાં તેને લેન્ડ થવાનું હતું તેનાથી થોડુ દૂર છે. ઈસરોના વૈજ્ઞાનિકો હજી પણ તેની સાથે સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યા છે.

ચંદ્રયાનની શરૂઆતની તૈયારથી લઈ લોન્ચિંગ સુધી આપણે ઈસરોની સાથે જ દેશના કરોડો લોકોની આશાઓ જોઈ, તેમનો ઉત્સાહ જોયો. અને જ્યારે વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટ્યો તો વૈજ્ઞાનિકોની સાથે જ સામાન્ય લોકોને પણ હતાશ થતા, નિરાશ થતા જોયા. પરંતુ હવે જ્યારે 8 સપ્ટેમ્બરે ચંદ્રયાનના ઓર્બિટરે જ્યારે લેન્ડરનો ફોટો મોકલ્યો, તો ફરી આખા દેશને આશાઓ જાગી છે. ઓલ ઈઝ વેલ થવાની આશા. અને આ દરમિયાન નાસાથી પણ સમાચાર આવ્યા છે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ભારતના વખાણ કર્યા છે. તેણે ભારતના વૈજ્ઞાનિકોના વખાણ કર્યા છે.

નાસાએ ટ્વિટ કરીને કહ્યું,'અંતરિક્ષમાં શોધ કરવી એ સૌથી મુશ્કેલ કામ છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 2નું લેન્ડિંગ કરવાની ISROની તમામ કોશિશના અમે વખાણ કરીએ છીએ. ISROએ પોતાની આ સફરથી પ્રેરણા આપી છે. આશા છે કે ભવિષ્યમાં અમે સાથે મળીને સૌરમંડળ અંગે કામ કરીશું.'

અંતરિક્ષ મામલે ભારતની આ એક મોટી ઉપલબ્ધિ છે, જેનો ઉલ્લેખ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પોતાના ટ્વિટમાં કર્યો છે. અમેરિકા ઉપરાંત અન્ય દેશના વૈજ્ઞાનિકોએ પણ ભારતનો ઉત્સાહ વધાર્યો છે. યુનાઈટેડ આરબ અમીરાતની સ્પેસ એજન્સીએ ટ્વિટ કરીને કહ્યું,'ભલે લેન્ડરનો ઈસરો સાથેનો સંપર્ક તૂટ્યો હોય, પરંતુ અમે ઈસરોને તમામ મદદ કરવાનો ભરોસો આપીએ છીએ. ભારતે પોતાને અંતરિક્ષ જગતની જરૂરી તાકાત સાબિત કર્યું છે. ભારતે સાબિત કર્યું છે કે તે અંતરિક્ષના વિકાસ અને તેમાં ઉપલબ્ધિઓનો મહત્વનો ભાગીદાર છે.'

આ પણ વાંચોઃ Chandrayaan 2: લેન્ડર વિક્રમનું લોકેશન મળ્યું, ઈસરો ચીફે આપી માહિતી

ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સી સિવાય દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ઈસરો અને ચંદ્રયાન 2ના વખાણ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર જે લોકો ભારતના મિશનને નિષ્ફળ ગણાવી રહ્યા હતા, ઈસરોના વૈજ્ઞાનિકોની સાથે જ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ આ વાત ફગાવી દીધી છે. આજે આખી દુનિયા એક અવાજે કહી રહી છે કે ભારતનું મિશન સફળ રહ્યું છે.

isro nasa national news