મેગ્નિફાઈંગ ગ્લાસથી લાકડું બાળીને ચિત્રો તૈયાર કરવાની કમાલની કળા

25 December, 2018 02:54 PM IST  | 

મેગ્નિફાઈંગ ગ્લાસથી લાકડું બાળીને ચિત્રો તૈયાર કરવાની કમાલની કળા

આર્ટવર્ક માટે જ્યારે સૂર્યનો તાપ માથે ચડ્યો હોય

અમેરિકાના કોલોરાડોના ગોલ્ડન ટાઉનમાં રહેતો માઇકલ પાપાડાકિસ નામનો ૩૦ વર્ષનો આર્ટિસ્ટ એવી અનોખી રીતે આર્ટ ક્રીએટ કરે છે જેની કદાચ કોઈ કલ્પના પણ ન કરી શકે. તેને આર્ટ તૈયાર કરવા માટેનાં સાધનોમાં લાકડું, મેગ્નિફાઈંગ ગ્લાસ અને સૂર્ય આ ત્રણ જ ચીજોની જરૂર પડે છે. માઇકલ કૅન્વસ તરીકે પોચું લાકડું પસંદ કરે છે. આર્ટવર્ક માટે જ્યારે સૂર્યનો તાપ માથે ચડ્યો હોય ત્યારે તે ખુલ્લા વરંડામાં બેસી જાય છે. જે પ્રકારનું ચિત્ર તૈયાર કરવું હોય એની હળવી રૂપરેખા તે લાકડા પર દોરી નાખે છે. ત્યાર બાદ લાકડાના કૅન્વસની ઉપર મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકે છે. સૂર્યનાં કિરણો એમાંથી પસાર થઈને કૉન્સન્ટ્રેટેડ બનીને લાકડાના ચોક્કસ ભાગને બાળે છે

સૂર્યના તડકામાં કિરણો દ્વારા લાકડાને જરૂરી શેડ મુજબ બાળીને આપણે કલ્પી પણ ન હોય એટલા પર્ફેક્શન સાથેનું ચિત્ર તે તૈયાર કરે છે. માઇકલ પોતાની આ આર્ટને હેલિઓગ્રાફી કહે છે. તે જે શહેરમાં રહે છે ત્યાં વર્ષના ૩૦૦ દિવસ માટે તેને જરૂરી સૂર્યપ્રકાશ મળી રહે છે. બાકીના દિવસો તે આરામ ફરમાવે છે.