જપાનની શાળાઓમાં એપ્રિલ સુધી વેકેશન

28 February, 2020 10:44 AM IST  |  Mumbai Desk

જપાનની શાળાઓમાં એપ્રિલ સુધી વેકેશન

કોરોના વાઇરસના વધતા પ્રકોપ વચ્ચે જપાનમાં તમામ શાળાઓ બંધ કરી દેવાઈ છે. જપાનના વડા પ્રધાન શિંજો આબેએ તમામ પ્રાથમિક, જુનિયર હાઈ સ્કૂલ અને હાઈ સ્કૂલોને સોમવારથી વેકેશન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ શાળાઓ ઉનાળાની રજાઓના અંત એટલે કે એપ્રિલ સુધી બંધ રાખવા આદેશ અપાયો છે. આબેએ કોરોના વાઇરસ પ્રકોપ સંકટ પર કૅબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે તમામ વિસ્તારોમાં બાળકોને સંક્રમણ ફેલાતું અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આગામી એક અથવા બે અઠવાડિયાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

coronavirus japan international news