બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસનની મંગેતરે આપ્યો બાળકને જન્મ

29 April, 2020 05:44 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસનની મંગેતરે આપ્યો બાળકને જન્મ

બ્રિટીશ પીએમ બોરિસ જૉનસન (ફાઇલ ફોટો)

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉનસનની મંગેતર કૈરી સાઇમંડ્સે બુધવારે એક બાળકને જન્મ આપ્યો છે. માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. બાળકનો જન્મ લંડનની એક હૉસ્પિટલમાં થયો છે. જૉનસન કોરોના વાયરસના સંક્રમણથી સાજાં થઇને સોમવારે કામ પર પાછાં ફર્યા છે. તેમણે કહ્યું કે તેમનો જીવ જોખમમાં હતો.

જણાવીએ કે સાઇમંડ્સમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા, પણ તે તેમાંથી મુક્ત થઈ। જુલાઇમાં જૉન,નના વડાપ્રધાન બન્યા બાદ ડાઉનિંગમાં એકસાથે રહેતાં આ કપલે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે તે પોતાના પહેલા બાળકની આશા રાખી રહ્યા હતા. રાજકારણીઓએ બન્નેને વધામણી મોકલવાનું શરૂ કરી દીધું છે. બોરિસ અને કૈરી માટે આ અત્યંત રોમાંચિત, અદ્ભૂત તેમજ આનંદની ક્ષણો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસનની મંગેતર કૈરી સાઇમંડ્સે જણાવ્યું કે તે પણ કોરોનાવાયરસ જેવા લક્ષણોનો અનુભવ કરી ચૂકી છે. જો કે સાઇમંડ્સે જણાવ્યું કે તેનું ટેસ્ટ થયું નહોતું અને તેણે એક અઠવાડિયું આરામ કર્યું. સાઇમંડ્સ હાલ બોરિસ જૉનસનથી જુદી રહે છે કારણકે પીએમ જૉનસન ગયા અઠવાડિયે કોરોના પોઝિટીવ હતા અને તે આઇસોલેશનમાં હતા.

બ્રિટેનના છાપાં મિરર પ્રમાણે વડાપ્રધાન બોરિસ જૉનસન પછી તેમની ગર્ભવતી મંગેતર કૈરી સાઇમંડ્સમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. જો કે, સાઇમંડે કહ્યું કે એક અઠવાડિયાના આરામ પછી તે સારો અનુભવ કરી રહી છે. સાઇમંડ્સે ટ્વીટ કરીને આ માહિતી શૅર કરી.

great britain international news