ઇઝરાયલના સંશોધકોએ પેશન્ટના સેલનો ઉપયોગ કરીને બનાવ્યું 3D હાર્ટ

16 April, 2019 12:51 PM IST  |  ઇઝરાયલ

ઇઝરાયલના સંશોધકોએ પેશન્ટના સેલનો ઉપયોગ કરીને બનાવ્યું 3D હાર્ટ

3D હાર્ટ

ભૂતકાળમાં ઘણા લોકોએ હાર્ટના સ્ટ્રક્ચરનું ૩D પ્રિન્ટ બનાવ્યું છે, પરંતુ પહેલી વખત ઇઝરાયલના તેલ અવિવમાં આવેલી યુનિવર્સિટીના સંશોધકોએ મનુષ્યના બ્લડ સેલનો ઉપયોગ કરીને હાર્ટનું ૩D પ્રિન્ટ બનાવ્યું છે. સંશોધકોએ એવો દાવો પણ કર્યો હતો કે આનો ઉપયોગ હાર્ટમાં ઉદ્ભવતી ખામીઓને દૂર કરવામાં તેમ જ શક્ય હોય તો ફુલ ટ્રાન્સપ્લાન્ટમાં પણ કરાશે. તેલ અવિવમાં સંશોધકોએ ત્રણ કલાકમાં માનવના હાર્ટથી ઘણા જ નાના કદનું ૨.૫ સેન્ટિમીટરનું અંદાજે એક સસલાના કદનું હાર્ટ બનાવ્યું હતું જેમાં હાર્ટમાં હોય એવી તમામ નસો હતી.

આ પણ વાંચો : માત્ર 11 રૂપિયા માટે પિતા દીકરીને રેસ્ટોરાંમાં ગીરવી મૂકીને ગયો

પેશન્ટના શરીરના બ્લડ સેલનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી શરીર એનો સ્વીકાર નહીં કરે એવી શક્યતા પણ ઘણી ઓછી છે.

israel