ગરીબી સામે ઝઝૂમતા પાકિસ્તાનમાં મોંઘવારીનો માર, ટમેટાં 300 રૂપિયે કિલો

12 November, 2019 02:30 PM IST  |  Islamabad

ગરીબી સામે ઝઝૂમતા પાકિસ્તાનમાં મોંઘવારીનો માર, ટમેટાં 300 રૂપિયે કિલો

પાકિસ્તાનમા ટમેટા બન્યા મોંઘા

(જી.એન.એસ.) પાડોશી દેશ પાકિસ્તાન આજકાલ મોંઘવારીના મારથી બેહાલ છે. અહીં દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાનમાં એક જ દિવસમાં ટમેટાંના ભાવમાં ૧૬૦ રૂપિયાનો વધારો થયો છે જેના કારણે અનેક શહેરોમાં ટમેટાંનો ભાવ 300 રૂપિયાને પાર થઈ ગયો છે.

ભાવવધારાને કારણે અહીંના લોકો ખૂબ પરેશાન છે. લોકોનું કહેવું છે કે આટલાં મોંઘાં ટમેટાં તેમણે પહેલાં ક્યારેય નથી ખરીદ્યાં. સોશ્યલ મીડિયા પર લોકો વધેલા ભાવ માટે સરકારને જવાબદાર ગણાવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં શાકભાજીનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. એક દિવસમાં 20 રૂપિયાના ઉછાળા સાથે ડુંગળીની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.


જોકે, શિમલા મરચાંની કિંમત થોડી નીચે આવતાં 240 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે, જ્યારે ગયા અઠવાડિયા સુધી એની કિંમત 320 રૂપિયા પ્રતિ કિલો હતી. સમાચાર છે કે પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પાક ખરાબ થવાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. પાકિસ્તાનમાં મેંદાનો ભાવ 48.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 50.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.

world news pakistan