કુલભુષણ કેસમાં ભારતની મોટી જીત : ફાંસીની સજા પર પ્રતિબંધ

17 July, 2019 06:56 PM IST  |  Mumbai

કુલભુષણ કેસમાં ભારતની મોટી જીત : ફાંસીની સજા પર પ્રતિબંધ

Mumbai : આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપ્યો છે. કોર્ટે ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી હતી. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી.


ઉલ્લેખનીય છે કે છેલ્લે ICJએ આ મામલે ફેબ્રુઆરીમાં 4 દિવસ સુધી સુનાવણી કરી હતી. જેમાં ભારતે બે બાબતોને આધાર બનાવી હતી. વિયેના કરાર અંતર્ગત કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ અને કેસ નિપટાવવાની વાત કહેવામાં આવી હતી.


ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપશે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. જેમાં ભારતે કુલભૂષણ જાધવની સજા રદ કરવાની માગ કરી હતી. ભારતની રજૂઆતમાં કહેવાયું હતું કે કુલબૂષણ જાધવ પૂર્વ નેવી અધિકારી છે અને હાલ તેઓ બિઝનેસ કરે છે.

national news