બ્રિટિશ કોર્ટે હૈદરાબાદના નિઝામનાં નાણાં પર પાકિસ્તાનનો દાવો ફગાવ્યો

03 October, 2019 08:37 AM IST  |  લંડન/ઇસ્લામાબાદ

બ્રિટિશ કોર્ટે હૈદરાબાદના નિઝામનાં નાણાં પર પાકિસ્તાનનો દાવો ફગાવ્યો

નિઝામ

૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી હૈદરાબાદના નિઝામે લંડનની બૅન્કના ખાતામાં મૂકેલાં નાણાં પર અધિકાર બાબતે ભારત અને પાકિસ્તાનના દાવા બાબતે ચાલતા કેસમાં બ્રિટનની અદાલતે ગઈ કાલે પાકિસ્તાનનો દાવો ફગાવીને ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ કાનૂની સંઘર્ષમાં હૈદરાબાદના નિઝામના આઠમા વંશજ પ્રિન્સ મુકર્રમ જાહ અને એમના નાના ભાઈ પ્રિન્સ મુફખ્ખમ જાહે ભારત સરકારને સમર્થન આપ્યું હતું. નિઝામે ૧૯૪૮માં પાકિસ્તાન ખાતેના બ્રિટનના હાઈ કમિશનરને મોકલેલા ૧,૦૦૭,૯૪૦ પાઉન્ડ્સ અને નવ શિલિંગ્સના કેસમાં ગઈ કાલે ચુકાદો આપવામાં આવ્યો હતો.

લંડનની રૉયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસના ન્યાયમૂર્તિ માર્કસ સ્મિથે જણાવ્યું હતું કે ‘લંડનની નેટવેસ્ટ બૅન્કમાં મૂકવામાં આવેલા ૩૫ મિલ્યન પાઉન્ડના (અંદાજે ૩૦૬ કરોડ રૂપિયા) વારસદાર સાતમા નિઝામ હતા. સાતમા નિઝામના વારસા પર દાવો કરનારાઓમાં એ રકમ મેળવવાની યોગ્યતા ભારત સરકાર અને નિઝામના બે રાજકુમારો (પ્રિન્સ મુકર્રમ જાહ અને પ્રિન્સ મુફખ્ખમ જાહ)ની છે. પાકિસ્તાનની આ બાબતમાં લાગુ પડતા કાયદા બાબતની દલીલો નિષ્ફળ ગઈ છે.’

hyderabad pakistan united kingdom