ઈન્ડોનેશિયામાં ફરી એકવાર સુનામીનો કહેર, 421 લોકોના મૃત્યુ

23 December, 2018 09:47 PM IST  | 

ઈન્ડોનેશિયામાં ફરી એકવાર સુનામીનો કહેર, 421 લોકોના મૃત્યુ

ઈન્ડોનેશિયામાં ફરી એકવાર સુનામી કાળ સાબિત થઈ


ઈન્ડોનેશિયામાં ફરી એકવાર સુનામી કાળ સાબિત થઈ છે.  ફરી આવેલ  સુનામીમાં 222 જેટલા લોકના મૃત્યુ થયા છે જ્યારે 600થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇન્ડોનિશિયાઈ અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે ક્રૈકટો જ્વાળામુખીના 'ચાઈલ્ડ' કહેનારી અનક જ્વાળામુખી ફાટવાના કારણે આ સુનામી આવી છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ દ્વિપનું નિર્માણ ક્રૈકટો જ્વાળામુખીના લાવાથી થયું છે. આ જ્વાળામુખીમાં છેલ્લે ઓક્ટોબરમાં વિષ્ફોટ થયો હતો.

અધિકારીઓ અનુસાર અનક જ્વાળામુખી ફાટવાના કારણે સમુદ્રની અંદર લેન્ડસ્લાઈડ થયું અને દરિયાઈ મોજા અસામાન્ય બનતા આ સુનામી સર્જાઈ હતી. હાલમાં ઈન્ડોનેશિયાની જિયોલોજીકલ એજન્સીઓ સુનામી થવા પાછળના કારણો શોધવામાં લાગી ગઈ છે. અત્યારે મૃત્યુ આંક 222 છે જે વધી શકે છે.


જાવાના દક્ષિણ છેડા અને દક્ષિણ સુમાત્રાની તટ પર આવેલ સુનામીની લેહરોના કારણે ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે. સુનામીની સૌથી વધુ અસર સુમાત્રાના દક્ષિણી લામપુંગ અને જાવાનાં સેરાંગ અને પાંદેલાંગ વિસ્તારમાં થઈ છે. નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા સુતોપો પુર્વો નુગ્રોહોએ જણાવ્યું હતું કે સુનામીનો સમય આશરે  શનિવાર રાત્રે 9:30ની આસપાસ રહ્યો હશે. પ્રત્યક્ષ દર્શીઓ દ્વારા સમુદ્રથી 15 થી 20 મીટર ઉચી લહેરો ઉછળતી જોવા મળી રહી હતી. જો કે હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતું કે શનિવાર રાત્રે જ્વાળામુખી વિષ્ફોટ પછી તેઓ ત્યાની ફોટોઝ લઈ રહ્યાં હતા. ત્યારે સમુદ્રની ઉચી લહેરોને જોતા તે ત્યાથી ભાગ્યા હતાં. જોકે સમુદ્રની લહેરો હોટલ સુધી પહોંચી ગઈ હતી . ત્યારબાદ જેમ તેમ કરતા જંગલ અને ગામના રસ્તે ઉંચાઈ વાળી જગ્યાએ પહોંચ્યાં હતાં. જ્યા સ્થાનીય લોકોએ તેમની મદદ કરી હતી.


2004નાં સુનામીમાં 2 લાખ લોકોએ ગુમાવ્યો હતો જીવ

2004માં ઈન્ડોનેશિયામાં આવેલા સુનામીમાં સુમાત્રામાં 9.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.  ઈન્ડોનેશિયા સિવાય 14 દેશ પણ પ્રભાવિત થયા હતા. જેમા 2.2 લાખ કરતા પણ વઘુ લોકોએ જીવ ગુમાવ્યો હતો જેમાથી 1.68 લાખ માત્ર ઈન્ડોનેશિયાના નાગરિકો હતા.