અફઘાનિસ્તાન: સોનાની ખાણ ધસી પડવાથી 30 લોકોનાં મોત, 15થી વધુને ઈજા

06 January, 2019 06:45 PM IST  | 

અફઘાનિસ્તાન: સોનાની ખાણ ધસી પડવાથી 30 લોકોનાં મોત, 15થી વધુને ઈજા

સોનાની ખાણ ધસી પડવાથી 30 લોકોનાં મોત

અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતમાં કોહિસ્તાન જિલ્લામાં સોનાની ખાણ ધસવાના કારણે 30 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લા ગવર્નર મોહમ્મદ રૂસ્તમ રાઘીએ જણાવ્યું છે કે બદખ્શાં પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં ઘટનામાં 15થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. ગ્રામીણોએ સોનાની ખાણમાં નદીના તળિયે 60 મીટર ઉંડો ખાડો ખોદ્યો હતો. અને દિવાલ અંદર પડી તો લોકો એમાં દબાઈ ગયા હતા.

મોહમ્મદ રૂસ્તમ રાઘીએ જણાવ્યું હતું કે લોકો ખાણમાં એક મોટો ખાડો ખોદવા માટે નદીમાં જઈ રહ્યાં હતાં. જેમાં ઘણા મજૂરો ફસાયા. જો કે દિવાલ કઈ રીતે પડી તે જાણી શકાયું નથી જો કે પ્રાંતનાં ગવર્નરના પ્રવક્તા નિક મોહમ્મદ નાઝારીએ કહ્યું છે કે ખાણમાં કામ કરનારા મજૂરો ખાણ ખોદવાનું કૌશલ્ય ધરાવતા નહોતા.

 

આ પણ વાંચો: યૂપીમાં ફઈ-ભત્રીજો ગઠબંધનની રાહ પર! કૉંગ્રેસને આપશે હાથતાળી?

 

નાઝારીએ કહ્યું હતું કે, ગ્રામીણ આ વ્યવસાયમાં દશકોથી ચાલે છે અને કોઈ સરકારી નિયંત્રણ નથી. આ વિસ્તારમાં બચાવ કાર્ય માટે દળ પહોંચી ગયું છે, જો કે ગ્રામીણે પહેલાથી જ ઘટનાસ્થળથી મૃતદેહો બહાર કાઢવાનું શરૂ કરી દીધુ છે. બદખ્શાં ઉત્તર પૂર્વ અફઘાનિસ્તાનમાં દૂરના વિસ્તારમાં આવેલ પહાડી પ્રાંત છે જે તાજિકિસ્તાન, ચીન અને પાકિસ્તાનની સીમાને અડીને છે. આ ક્ષેત્રોમાં ભૂસ્ખલનનો ખતરો હોય છે. વિશેષ રુપમાં ઠંડીના સમયમાં જ્યારે પ્રાંતમાં ભારે હિમપાત થાય છે.